________________
જૈન શાસનના ચમકતા સિતારા - ૨૧
હીરવિજયસૂરિશ્વરજી. એમની મારા ઉપર અસીમકૃપા છે, અને એમના જ આશીર્વાદ અને કૃપાથી હું આ તપશ્ચર્યા કરી શકી છું.” અકબરે આચાર્યશ્રીનું નામ યાદ રાખી લીધું અને મનમાં પાકો નિશ્ચય કરી લીધો કે જેની શક્તિના પ્રતાપે આવી એક બાઈ છ-છ માસના રોજા કરી શકે છે. તેવા શક્તિશાળી ગુરુજીને ચોક્કસ મળી તેમની શક્તિનો લાભ લેવો જોઈએ.
અકબર બાદશાહે શ્રાવકો મારફત સંદેશો મોકલી તથા પોતાના બે કાસદ મોદી, અને કમાલ મારફત આમંત્રણ મોકલી શ્રીહીરવિજયસૂરિજીને દિલ્હી આવવા વિનંતી કરી.
શ્રીહીરવિજયસૂરિએ આમંત્રણ સ્વીકારી દિલ્હી પધાર્યા. અકબર બાદશાહને ધર્મ સમજાવ્યો અને હીંસા અટકાવવાના ઘણા કાર્યો કરાવ્યાં.
અંતરજામી સુણ અલવેસર
અંતરજામી સુણ અલસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને હું આવ્યો તીરે, જન્મ-મરણ-દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો. ૧ સહુકોનાં મન વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો, એહવું બિરૂદ છે રાજ! તમારું, કેમ રાખો છો દૂર. સે. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરૂણાસાગર કેમ કહેવાશો? જો ઉપકાર ન કરશો. સે૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ દીજે; ધુવાડે બીજું નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સે. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવ ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org