________________
[૪]
ચંપા શેઠાણી
રાજા અકબરના વખતની આ વાત છે. આગ્રા પાસે ફત્તેહપુર સિક્રી નામે ગામ છે. ત્યાં એક ચંપા નામે શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કરેલા. તે ઉપવાસ નિમિત્તે ત્યાંના શ્રીસંઘે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ. વાજતે-ગાજતે જૈનશાસનની જય બોલાવતી આ શોભાયાત્રા ગામના મુખ્ય રસ્તાઓ ઉપરથી પસાર થઈ રહી હતી. હજારો સ્ત્રી-પુરુષો આમાં સામેલ હતાં. ધામધૂમપૂર્વક આ શોભાયાત્રા રાજમહેલ આગળથી પસાર થતી હતી. રાજમહેલના જરૂખા ઉપર બેઠેલ અકબર બાદશાહે આ જોઈને પોતાના સેવકને પૂછ્યું, “આ શેનું જૂલુસ છે?” સેવકે નીચે તપાસ કરી આવી બાદશાહને કહ્યું, “ચંપા નામની એક શ્રાવિકા બાઈએ છ મહિનાના ઉપવાસ કર્યા છે.” બાઈ કંઈ ખાતી નથી. અકબરને ઘણું જ આશ્ચર્ય થયું. છ માસ લાગલગાટ ખાધા વગર કેમ રહેવાય? માણસ મરી જ જાય. એમ એ માનતો હતો. તેણે હુકમ કરી જૈનોના બે આગેવાનોને બોલાવ્યા અને પૂછ્યું, “આ ખરેખર સાચું છે?’’ બન્ને આગેવાનમાં એક વડીલ હતા, તેણે જણાવ્યું, ‘જહાંપનાહ! આ ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસનું પચખાણ લીધેલ છે. રાત્રીદિવસ કંઈ જ ખાવાનું નહીં.' આ સાંભળી તેને ચંપા શ્રાવિકાને જોવામળવાની ઇચ્છા થઈ. શ્રાવકોએ ચંપા શેઠાણીને ડૉલીમાં બેસાડી અકબર બાદશાહ પાસે હાજર કરી. અકબર બાદશાહે ઊભા થઈ તેનું સન્માન કર્યું અને ઉચિત આસન ઉપર બેસાડી પૂછ્યું :
આ બધા કહે છે, “તમે છ મહિનાના દિવસ-રાતના રોજા કર્યા છે, સાચી વાત!''
ચંપા કહે છે, “હા જહાંપનાહ.” બાદશાહ કહે, “પરંતુ આવી ઘોર તપસ્યા તમે કેવી રીતે કરી શક્યાં?”
ચંપાએ કહ્યું, “મારા ગુરુદેવની કૃપાથી, “અરે! તમારે પણ ગુરુ છે?” હાજી! મારા ગુરુદેવ હાલ ગુજરાતમાં છે. એમનું નામ છે શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org