________________
વિશેષ સ્પષ્ટતા અને સચોટતા જોવા મળે છે. આ નાના સરખા સંગ્રહમાં આપવામાં આવેલ જૈનધર્મ અને દર્શનને લગતા થોડાક લેખો પણ આ વાતની સાખ પૂરી શકે એમ છે.
આ સંગ્રહમાં શ્રી. દલસુખભાઈના ૧૪ લેખે આપવામાં આવ્યા છે; કો લેખ ક્યાંથી લેવામાં આવ્યો છે તેને સ્થળનિર્દેશ તે તે લેખને અંતે કરવામાં આવ્યો છે. આમાંના ૪ સિવાયના બધા લેખે મૂળે ગુજરાતીમાં જ છે; જે ચાર હિન્દી લેખોનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે, તેમાંના “ભગવાન મહાવીર ” નામક દસમા લેખનું ભાષાંતર અમારા મિત્ર શ્રી. શાંતિલાલ વનમાળી શેઠે કરેલું, છપાયેલું તૈયાર મળ્યું છે; બાકીના ત્રણનું ભાષાંતર મેં કર્યું છે.
આ બધાં લખાણો તે તે સ્થાનેથી જેમ ને તેમ લઈ લેવામાં આવ્યાં છે, એવું નથી. એ બધાં ઝીણવટથી વાંચીને અને શ્રી દલસુખભાઈની સલાહ-સૂચનાઓને લાભ લઈને, એમાંથી કેટલીક આનુષંગિક કે પ્રાસંગિક બાબતો ગાળી નાખવામાં આવી છે, અને અર્થની સુગમતાની દષ્ટિએ ક્યાંક ક્યાંક મૂળ લખાણમાં ફેરફાર પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, દરેક લેખમાં બને એટલાં વધુ પેટા મથાળાં આપીને વિષયનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. [ આ લેખોની એક વિશેષતા તરફ ધ્યાન દોરવું જરૂરી લાગે છે? આ બધાય લેખો જૈનધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા જ છે. આમ છતાં મોટા ભાગના લેખમાં તે તે વિષયનું નિરૂપણ કેવળ જૈન સંસ્કૃતિને લગતી સામગ્રીને આધારે એકાંગી કરવામાં નથી આવ્યું, પણ હિંદુ અને બૌદ્ધ દર્શન, ધર્મ અને સંસ્કૃતિના પ્રવાહોને નજરમાં રાખીને વ્યાપક રીતે કરવામાં આવ્યું છે. આને લીધે આ લખાણ વિશેષ વિશદ, વાચનક્ષમ, વિચારપ્રેરક અને માહિતી પૂર્ણ બન્યાં છે. આ લખાણમાં પુનરુક્તિ હોવાનું તો શ્રી દલસુખભાઈએ પોતે જ કહ્યું છે. પણ જૈનધર્મ-દર્શન-સંસ્કૃતિ જેવા વ્યાપક વિષયનાં જુદાં જુદાં અંગોને અનુલક્ષીને જુદે જુદે સમયે લખાયેલ લખાણોમાં પુનરુક્તિ આવી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org