________________
|| પ્રકાશકીય | ‘જયવીયરાય’ સૂત્ર પરના વિવેચનને પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
સકલશ્રી સંઘમાં પ્રભુપૂજા પછી ચૈત્યવંદન કરાય છે અને ચૈત્યવંદનમાં અંતે ‘જયવીયરાય’ સૂત્ર પ્રણિધાનપૂર્વક બોલાય છે.
આ સૂત્ર એટલે પરમાત્મા સમક્ષ આપણી પ્રાર્થનાઓનું નિવેદન.
પરમાત્માનો અચિંત્ય પ્રભાવ એવો છે કે પ્રભુ પાસે યાચના કરેલ ઉચિત વસ્તુની જીવને અવશ્ય પ્રાપ્તિ થાય છે.
જયવીયરાય સૂત્રમાં કરેલ પ્રાર્થનાઓ એવી વસ્તુઓની છે કે જે પ્રાપ્ત થયા પછી અવશ્ય શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે. લલિતવિસ્તરામાં સ્પષ્ટ જણાવેલ છે – ‘તત્યાણાવાતી દ્રાવ नियमादपवर्गः।
આટલું બધું આ પ્રાર્થનાઓનું મહત્ત્વ છે. આ પ્રાર્થનાઓનું મહત્ત્વ અને પદાર્થ બરાબર સમજાય તે માટે આના પર ઘણું ઘણું ચિંતન કરીને પૂ. ગુરુદેવે વિવેચન લખેલ છે. આના વાંચનથીમનનથી સૂત્રમાં પ્રણિધાન સુંદર થશે અને તેથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થશે.
ભવ્ય જીવોને આ લાભ થાય એ માટે પૂજ્યશ્રીએ આ પરિશ્રમલીધો છે.
સૌ કોઈ આના વાંચન મનન કરી પ્રણિધાન તીવ્ર કરી સમ્યકત્વને વધુ નિર્મળ કરી શીઘ મુક્તિને પામો એ જ શુભેચ્છા.
આવા વિશિષ્ટ ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો જ રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના.