Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
દર જ
શ્રીમદ્ રાજચંદ્રજીના પત્રો દ્વારા પ્રગટ થતો આંતર ચેતના પ્રવાહ
જૈિનોલોજી ડિપાર્ટમેન્ટ, સોમૈયા કોલેજ અને ડો. કોકિલા એચ. શાહ પીએચ.ડી. ગાઇડ મુંબઈ યુનિવર્સિટીમાં સલાહકાર તરીકે સેવા બજાવી રહ્યા છે.
અસાધારણ જ્ઞાની, વિરલ વિભૂતિ, અધ્યાત્મ યુગપ્રવર્તક પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્યસર્જન વિપુલ છે. વિષયવસ્તુ અને ભાષાશૈલી બાબતે વૈવિધ્ય ધરાવતું તેમનું સાહિત્ય ધર્મપ્રધાન હોવાથી વિશેષ પ્રિય રહ્યું છે. તેમના ઉત્કૃષ્ટ ગદ્યપદ્ય સાહિત્યમાં પત્રોનું વિશેષ મહત્ત્વ છે, જેમાં તેમણે સરળ ઉદાહરણો દ્વારા ગહન બાબતો સ્વાભાવિકતાથી કરી છે. વિદ્વત્તાપૂર્ણ તેમની કૃતિઓમાં તેમની વૃત્તિઓનું દર્શન થાય છે. તેમના સંસર્ગમાં આવનાર અનેક મુમુક્ષુઓ પૈકી મુખ્યત્વે અંબાલાલ મુનિ, લઘુરાજ સ્વામી, સૌભાગભાઈ, રાષ્ટ્રપિતા ગાંધીજી વગેરે હતા. જેમની સાથે તેમણે પત્રવ્યવહાર કર્યો હતો. આત્મ-જિજ્ઞાસા માટે મુનિશ્રી લઘુરાજ સ્વામી તથા ભક્ત શ્રી સૌભાગભાઈના પ્રશ્નોત્તરો દ્વારા આપણને અમૂલ્ય બોધામૃત પ્રાપ્ત થાય છે.
આત્મધર્મ પામવા માટે સાધકે સત્યમાર્ગ ધારણ કરવો જરૂરી છે. તેથી જ તેમના મત પ્રમાણે “સર્વ કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે.” આ દૃષ્ટિએ આત્મા એક જ પરમાર્થ તત્ત્વ છે, એની ઓળખ કરવી એ જ રાજવાણીનું રહસ્ય છે અધ્યાત્મમાં આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે. એ અવિનાશી આત્મપદની પ્રાપ્તિમાં નિગ્રંથદર્શનનું મહત્ત્વ છે. આવું નિર્મળ, અનુપમ તત્ત્વો ધરાવતું જૈનદર્શનનું અદ્ભુત અનન્ય તત્ત્વજ્ઞાન શ્રીમદ્જીના પત્રોમાં વ્યક્ત થાય છે. હકીકતમાં તેમના પત્રોમાં સ્વદશાનું વર્ણન જોવા મળે છે. એમનું સમગ્ર જીવન રાગદ્વેષ અને મોહના સ્મતમ ભાવને નિર્મળ કરવા માટે કેવળ આત્મામાં અવ્યાબાધપણે અવસ્થિત થવા માટે હતું. “કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા આત્મજ્ઞાનથી ભૂષિત જ્ઞાનીનાં વચનો એમની આંતરદશાની પ્રતીતિ કરાવે છે. પોતાનો અંતરંગ અનુભવ લખતા તેઓ પત્રાંક ૬૮૦માં કહે છે : “મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે (જ્ઞાનધારા-૩ ૧૦ શ્ન જન સાહિત્ય જ્ઞાનસત્ર-૩)