Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
આવતા હતા, અને એ સરકારી નોકરીનું પ્રલોભન મેટું અને નોકરીની સ્થિરતા તેને લઈને અંગ્રેજી શિક્ષણ લેનાર વર્ગ વધતા જતા હતા, પણ એ શિક્ષણથી માતૃભાષાને નુકશાન પહોંચે છે અને માતૃભાષાને સ્થાને સર્વ શિક્ષણ અંગ્રેજીદ્વારા અપાય છે, એથી માનસિક વિકાસને હાનિ થાય છે અને એ પ્રથા અસ્વાભાવિક છે, તે પ્રતિ, દેશમાંથી બહુ થોડાકનું લક્ષ ગયું હતું.
પ્રચલિત કેળવણી વિરૂદ્ધ પ્રથમ પિકાર આર્યસમાજે કર્યો હતો, તે આપણું પ્રાચીન ગુરૂકુળની પરંપરા પુનઃ સ્થાપવા માગતી હતી, તેમ એ શિક્ષણમાં ધર્મશિક્ષણને સ્થાન મળે એ તેને આગ્રહ હતો.
- સર સૈયદ એહેમદ અલીગઢમાં એંગ્લો મોહમેડન કોલેજ સ્થાપી તેને આશય પણ મુસ્લીમ-ઈસ્લામી સંસ્કૃતિને અને ઇસ્લામી મજહબને શિક્ષણમાં પ્રાધાન્ય આપવાને હતો. - સેન્ટ્રલ હિન્દુ કેલેજ બનારસમાં મિસિસ એની બિસેને કાઢી હતી, તે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને પુનરૂદ્ધાર કરવા અર્થેની પ્રવૃત્તિ હતી.
પણ એમાંની કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રચલિત સરકારી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવાને ઉદ્દેશ ન હતો.
પૂર્વે જણાવ્યા પ્રમાણે દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી ત્યારે ચાલુ કેળવણી પદ્ધતિમાં ફેરફાર કરવા–હિલચાલ ઉદ્દભવી હતી; દેશનું ઐક્ય સાધવાને દેવનાગરી લિપિનો પ્રચાર વધારવા પ્રયત્ન કરવામાં આવ્યો હતે; હુન્નર ઉદ્યોગનું શિક્ષણ લેવા વિદ્યાર્થીઓને પરદેશ મોકલવાનો પ્રબંધ થયો હતે. અને ચાલુ વ્યવહારમાં માતૃભાષાને વધુને વધુ ઉપયોગ કરવા ભાર મૂકાયો હતો.
પણ એ સઘળી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું ચમત્કારિક પરિણામ તે એ માતૃભાષાના વિષયને મહાત્માજીએ હાથમાં લીધે તે પછીથી આવ્યું છે. ગુજરાત વિદ્યાપીઠની
સ્થાપના એ પ્રવૃત્તિનું પ્રત્યક્ષ પરિણામ કહી શકાય. માતૃભાષાધારા શિક્ષણ અને માતૃભાષાના અભ્યાસની અગત્ય એ પ્રશ્નો હાલમાં મોખરે આવ્યા છે. પણ તેને કેવી રીતે ઉકેલ આણ એજ નિર્ણય કરવાનું હવે રહ્યું છે.
પ્રચલિત શિક્ષણ પ્રણાલિકા બીજી રીતે પણ દોષવાળી છે એમ -ઘણાને સમજાયું છે. જે શિક્ષણ શાળા-પાઠશાળામાં અપાય છે, તે સામાન્ય રીતે સાહિત્ય વિષયક, માત્ર માનસિક વિકાસને સાધના છે. પણ ધંધા હુન્નર, ખેતી, વિજ્ઞાન વગેરે જેમાંથી આજીવિકા મેળવી શકાય એવા વ્યાવહારિક જ્ઞાનનો તેમાં અભાવ રહેલો છે.