Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
લાંબા સમયના સતત પ્રયાસ પછી હમણાં હમણાં શાળાઓમાં માતુ ભાષાધારા શિક્ષણ આપવાનું શરૂ થયું છે અને હમણું વર્તમાનપત્રોમાં એવું વાંચવામાં આવ્યું છે કે કલકત્તા યુનિવરસિટી અંગ્રેજી સિવાય બીજા બધા વિષયોમાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા હવેથી માતૃભાષામાં લેનારી છે; તેમજ માતૃભાષાના અભ્યાસને પાઠશાળામાં સ્થાન અપાયું છે, તે પણ તેને જે પ્રાધાન્ય મળવું જોઈએ અને સમગ્ર અભ્યાસક્રમમાં તેનું પ્રભુત્વ સ્થપાવું જોઈએ તેની તે હજુ ઉણપ જ છે. આવી વિચિત્ર પરંપરા ભાગ્યેજ અન્ય કોઈ મુશ્કમાં જોવામાં આવશે. પ્રસ્તુત વિષય પર વિવેચન કરતાં ભદ્રાસના “હિન્દુ” દૈનિક પત્રની સાહિત્ય અને કેળવણી વિષયક પૂર્તિમાંની અગ્રનોંધ લેખક, યોગ્ય કહે છે કે,
“ It is pity that educational authorities through. out India have lacked imagination and courage in this matter. In Hydrabad the Government have from the begining, insisted upon the use of the Indian language as the medium of instruction and examination and the results have been found to be very satisfactory.” ľ
અહિં નોંધવું જોઈએ કે માતૃભાષાના પ્રશ્નને મહાત્મા ગાંધીજીના આગ્રહભર્યો પ્રયાસ અને ચાલુ પ્રચાર કાર્યથી બહુ ઉત્તેજન અને મહત્વ મળેલું છે.
અમને બરાબર યાદ છે કે ભરૂચમાં બીજી ગુજરાત કેળવણી કેન્ફરન્સમાં, પ્રમુખપદેથી, મહાત્માજીએ પ્રચલિત પ્રથાને અવગણીને એમનું વ્યાખ્યાન ગુજરાતીમાં જ આપ્યું હતું, અને માતૃભાષાકારા સઘળું કામકાજ થવું જોઈએ એ પર તેઓ હંમેશાં ભાર મૂક્તા રહ્યા છે, અને તેની અસર પણ જાદુઈ નિવડી છે. આપણા ભાષાસાહિત્યને તેથી અપૂર્વ બળ અને વેગ મળ્યાં છે, એ પણ એટલી જાણીતી બીના છે.
આપણે અહિં નવી કેળવણીની શરૂઆત અમુક સંજાગોમાં થઈ હતી. નો રાજવહિવટ સ્થાપવા સરકારને નિષ્ણાતની જરૂર પડી તેમ તેનું તંત્ર ચલાવવાને નોકરે જોઈએ તે સઘળા અંગ્રેજી ભણેલામાંથી પસંદ કરવામાં
+ 19th June, 1934, Educational & Literary suppliment to the “ Hindu " Madras.