Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પદ્ધતિ દાખલ થયે લગભગ ૮૦ વર્ષ વીત્યાં છે તથાપિ, અજ્ઞાન રહેવો છે એ શોચનીય સ્થિતિ રહેવા પામત નહિ; અને દુઃખની કથા એ બની છે કે સદરહુ નવશિક્ષિત વર્ગ પ્રજામાં ભળી જવાને બદલે તેમનાથી તદ્દન અળગો થઈ ગયો છે.
હિન્દની કેળવણી પરત્વે ટીકા કરતાં મી. એચ. ડોડલે યથાર્થ કહ્યું છે, કે " that the abandonment of the endeavour to develop Western learning through the Eastern languages was a profound mistake. It is at least certain that the excessive ese of English as the medium of instruction has rend:red the educational system less effective than it should have been."*
તથાપિ એ અંગ્રેજી કેળવણીના સંસ્કાર એમના જીવન પર દઢ થતાં, એ નવશિક્ષિતમાં નવી સ્કૂતિ આવી; તેઓ વિચારતા થયા, તેમનું દાઝાબદુ ફેરવાયું, એમના આચારવિચારમાં પરિવર્તન થવા પામ્યું, એમના જીવનમાં નવા નવા અભિલાષ જાગ્યા; જીવન વિકાસ અને ઉલ્લાસ માટે તેઓ તલસવા લાગ્યા, સ્વમાન અને સ્વદેશાભિમાનની લાગણી એમનામાં ઉત્કટ બની, સેવા ભાવના પ્રકટી અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા તેઓ ઉત્સુક બન્યા. આમ એમને એક નવીન-સુધારક અને પ્રગતિમાન વર્ગ ઉભે થયો; અને તેઓ એમના સંસ્કાર, શક્તિ અને સ્થિતિના કારણે પ્રજાના પ્રતિનિધિ, આગેવાન કાર્યકર્તા અને વકીલ થઇ પડ્યા.
સમાજ જીવનમાં એમનું આ મહત્વનું સ્થાન દષ્ટિ સમીપ રાખીને સન ૧૮૮૨ માં હંટર કમિશન સમક્ષ નિવેદન રજુ કરતાં સોસાઈટીના કાર્યવાહએ, માધ્યમિક અને ઉંચી કેળવણીની સંસ્થાઓને અપાતો રાજ્યાશ્રય ખેંચી નહિ લેવાનું એક કારણ એવું દર્શાવ્યું હતું કે, “It is we believe of the greatest importance to foster hy means of liberal education the formation of a class of men who may be looked to as faithful interpreters between the rulers and the ruled.”
અને બીજું કારણ તેમ નહિ કરવા એમણે એવું બતાવ્યું હતું કે એ કેળવાયેલો વર્ગ જે શિક્ષણ આપવાનું અને ગ્રંથ રચવાનું કાર્ય કરી શકે
* Dodwell's Sketch of the History of India. r. 194.