Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૭
દિવસે રાજકર્તા સામે પડી તેમને દેશમાંથી પાછા કાઢી મૂકવા તત્પર થશે એ આગાહી પણ સાચી પડી છે. એ સબંધમાં એવું કહેવાય છે કે લાડ એલ્ફીન્સ્ટન પેશ્વાઇ સત્તા હસ્તગત કર્યાં પછી છાવણીમાં તંબુ ઠોકીને પડયેા હતેા; અને તેના આસનની આસપાસ નવાં છાપેલાં દેશી ભાષાનાં પાઠ્ય પુસ્તકા પાથરેલાં પડયાં હતાં. એવામાં સરદાર બ્રિગ્ઝ એમની મુલાકાતે આબ્યા અને આ પથારાથી વિસ્મય પામીને પૂછ્યું, કે આ બધું શું છે ? તેને એ ઉમરાવ દિલના પુરુષે ઉત્તર આપ્યા કે દેશીઓને પઢવા માટે તૈયાર કરાવેલાં એ પુસ્તક છે. વસ્તુતઃ યુરેાપ પાછા ફરવાના આપણા તે રાજમાર્ગ છે. મેડા હે । હન્દીએથી છૂટા પડવાનેા પ્રસંગ આવશે જ; તેા પછા આપણે એમની સાથે મિત્રાચારી અને પ્રેમથી જુદા પડીએ એ જ રાજનીતિ હિતા હ છે. અને તે રાજનીતિની કુંચી સર હેન્નરી કોટનના શબ્દોમાં કહીએ તેા હિન્દીએને કેળવણી આપવી તે હતીઃ- There is but one remedy for this which is Education.
""
એ જમાનાના ઈંગ્લાંડને ઇતિહાસ આપણે જોઈશું તે જણાશે કે નિપોલિયન યુદ્ધે ઈંગ્રેજ પ્રજાના વિચાર અને માનસમાં ભારે ક્રાંતિ આણી હતી. પાર્લામેન્ટ સુધારણાનું ખીલ એ જ વાતાવરણમાંથી જનમ્યું હતું. જ્યાં ત્યાં પ્રગતિ અને સુધારાના ભણકારા સંભળાતા. તેના પડધા અહિં પણ પડયા. સન ૧૮૫૭ માં હિન્દુમાં માટે બળવા થયા; સામાન્ય રીતે સર્વત્ર સખ્તાઈ પ્રવર્તી રહી, તેમ છતાં બ્રિટને હિન્દુસ્તાનને બ્રિટિશ તાજ હેઠળ મૂકીને સર્ધાના વિકટેરિયાના નામને એક ઢ ઢેરા બહાર પાડયા, અને તેમાં હિન્દની પ્રજાને કેટલાક વિશિષ્ટ હા આપવામાં આવ્યા એટલું જ નહિ પણ લંડન યુનિવર્સિટીના ધેારણપર મુંબાઇ, મદ્રાસ અને કલકત્તામાં જુદી જુદી યુનિવર્સિ`ટીએ પણ ફક્ત પરીક્ષા લેનારી સ્થાપી. આ બધી હકીકત આપણને હેરત પમાડે પણ રમેશચંદ્ર દત્ત એમના “ ઇંગ્લાંડ અને હિન્દુસ્તાન ” નામક પુસ્તકમાં તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે, કે તે કાળના સત્તાધિકારીઓના માનસનું એ પ્રતિબિંબ માત્ર હતું. એમના તે શબ્દ નીચે મુજબ છેઃ—
'The same moving force determined events in both countries; the extension of privileges to the people of India during this period is the counterpart of the Reform Act in England; and Munro, Elphinstone