Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
and Bentick were inspired by the same reforming spirit and the same desire to benefit humanity as Canning, Grey and Lord John Russell.' (Cotton's Elphinstone p. 194 ).
હિન્દીઓની કેળવણીની શરૂઆત આ પ્રમાણે તત્કાલીન ઉદાર અને સમભાવપૂર્ણ વાતાવરણમાંથી પ્રોત્સાહન પામીને થઈ, પણ તેમાં આરંભથી કેટલીક ગંભીર ભૂલ થઈ અને પાછળથી રાજકતાઓની નીતિમાં ફેરફાર થતાં એ કેળવણી પરંપરાથી જે સુંદર પરિણામોની શુભ આશા રાખવામાં આવી હતી તે અદ્યાપિ પરિપૂર્ણ થવા પામી નહિ.
સન ૧૮૫૪ ના ખરીતામાં કેળવણીને કાર્યક્રમ રચવામાં આવ્યો તેમાં નીચેની વિગતે મુખ્ય હતી –
૧. હિન્દમાં યુનિવર્સિટીઓ સ્થાપવી. ૨. માધ્યમિક શાળાઓની ભરતી કરવી. ૩. નોર્મલ શાળાઓ કાઢવી.
૪. મિશનરીઓને અને અન્ય કેળવણી સંસ્થાઓને નાણાંની મદદ ' કરી ખાનગી પ્રયાસને ઉત્તેજન આપવું.
અને તેને ઉદ્દેશ મુખ્યત્વે યુરોપીય જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો જેમ બને તેમ વધુ અને વધુ વિસ્તારવાને હતો. “We are desirous, ” it is declared, " of extending far more widely the means of acquiring general European knowledge. ”
આ હેતુમાં ખોટું કાંઈ નહોતું; પણ આ સઘળું શિક્ષણ લોકની માતૃભાષાને બદલે પરભાષા અંગ્રેજીમાં અપાયાથી એ જ્ઞાન મેળવવામાં પ્રજાને મોટી હાનિ પહોંચી છે; અને એ શિક્ષણનો લાભ અહિંની વસ્તીના પ્રમાણમાં બહુ થોડા મનુષ્ય લઈ શકયા છે; અને આટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં એમને એમની શક્તિને છેડે ભેગ આપ પડયો નથી; કેમકે ચાલુ સ્વાભાવિક પ્રવાહની સામે એમને પ્રયાણ કરવાનું ને આગળ વધવાનું હતું. જે માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા એમને સુયોગ પ્રાપ્ત થયો હેત તે એમણે હજી વધુ સારું કાર્ય કરી બતાવ્યું હતું અને એમની સ્થિતિ હાલ છે તેથી કાંઈક જુદી અને વિશેષ પ્રગતિમાન માલુમ પડત; એટલું જ નહિ પણ આજે હિન્દની વસ્તીને ૯૦ ટકા ભાગ, દેશમાં નવી કેળવણી