________________
એ પર છે અને સ્વસંવેદ્ય છે. જ્યારે આટલું સમજાય છે ત્યારે તેની સામેથી દેહ, પ્રાણ આદિનાં ભેદક આવરણે કે પડખે અર્થાત અધ્યાસ ખસી જાય છે અને તેને જણાય છે કે જેમ તેને અહં એ દેહાદિમાં રહેવા છતાં દેહાદિથી પર એવો ચિદાત્મા છે, તેમ પ્રાણીમાત્રના અર્ડ વિશે પણ છે. જયારે આ ભાન થાય છે ત્યારે એનામાં બેમાંથી કોઈ એક વૃત્તિ સ્થિર થાય છે. કાં તો એ પિતાના ચિદાત્માને પ્રાણીમાત્રના અહં જે માનતે થઈ જાય છે, એટલે કે તે પ્રાણીમાત્રને આત્મૌપમ્યની દૃષ્ટિએ જ નિહાળે છે. આ એક વૃત્તિ, અને કાં તે તે પિતાના ચિદાત્મને પ્રાણીમાત્રમાં વિદ્યમાન અહંથી સર્વથી તાવિક રીતે અભિન લેખો થઈ જાય છે. આ બીજે અભેદ યા બ્રહ્મવૃત્તિ.
“જે પિંડમાં તે બ્રહ્માંડમાં એ કહેતી પ્રમાણે જેમ દેહ, ઈન્દ્રિય, પ્રાણ આદિથી પર એવો ચિદાત્મા દેહાદિ સંઘાતમાં વસે છે તેમ સ્થળ વિશ્વનાં ઘટક પાર્થિવ, જલીય આદિ ભૌતિક દ્રવ્ય અને તેથી પણ સન્મ વાયવીય, આકાશીય કે ચિત્ત–તોથી પર એવો એક સર્વવ્યાપી ચિદાત્મા પણ હેવો જ જોઈએ. જે પિંડે ચિદાત્મા છે તે એ જ ન્યાયે સમગ્ર બ્રહ્માંડમાં પણ એવો જ, એથી ઉદાત્ત, સર્વવ્યાપી ચિદાત્મા કેમ ન હોય ? એવા ચિદાત્મા વિના બ્રહ્માંડનું સચેતન સંચાલન સંભવે જ કેમ ? આ વિચારમાંથી બ્રહ્માંડના મૂળમાં એક બૃહત તત્ત્વના અસ્તિત્વની વિચારણાએ પણ દર્શનવિદ્યામાં પ્રબળ સ્થાન લીધું છે. એ જ વિચારણું આત્મા–અભેદની માન્યતાને પાયો છે. પિંડ-વિચારણામાંથી આત્મૌપષ્ણની ભાવના અને બ્રહ્માંડવિચારણામાંથી આત્મા–અભેદની વિચારણા એ બે મુખ્ય પ્રવાહો દર્શનવિદ્યાના પ્રેરક છે.
.. | આત્મૌપજ્યની દૃષ્ટિએ જીવનમાં સમત્વભાવના કેળવી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org