________________
* ૭૭
સમાજ સહન કરી ન શકે તેવો એક વિચિત્ર આચાર છે એમ જરૂર કહી શકાય. પરિગ્રહ વિરમણવ્રત એટલે સંપૂર્ણ નગ્નતા એ આત્યંતિક અને એકાન્તિક અર્થ કરવાના પરિણામે સ્ત્રીઓ સંયમથી–સંન્યસ્ત જીવનથી–વંચિત બની છે. અને પુરુષ સાધુઓની સંખ્યા અતિ અલ્પ રહી છે. નગ્નત્વ પૂર્વકાળમાં આદરનું નિમિત્ત કદાચ લેખાયું હશે, પણ આજે તો એકાન્ત ધૃણા ઉપજાવનારી પ્રથા લાગે છે. શહેરમાં વિચરવા ઈચ્છતા સાધુઓએ વસ્ત્ર ધારણ કરવાં જ જોઈએ. શરીરધારણ માટે જેમ અન્નજળની જરૂર છે તેવી રીતે વસ્ત્રઆચ્છાદનની પણ, જરૂર છે જ અને આજની સભ્યતા કોઈ પણ સંયોગમાં નગ્નતાને ક્ષતવ્ય ગણે તેમ છે જ નહિ. જે સમાજ સાધુસંસ્થાની આવશ્યકતા. અને ઉપયોગિતા સ્વીકારતી હોય તે સમાજે પિતાને સાધુસમુદાય વિશાળ સમાજમાં સ્વાભાવિક રીતે કેઈની પણ સભ્યતાની વૃત્તિને દુભવ્યા સિવાય અને કોઈના પણ ઉપહાસનું પાત્ર બન્યા સિવાયવિચરી શકે એ દૃષ્ટિએ જરૂરી આચારનું પોતાના સાધુસમુદાય ઉપરબંધન નાખવું જ જોઈએ.
કેટલાક સાધુએ મોઢે મુખવસ્ત્રિકા બાંધે છે જેને જન પરિ ભાષામાં મુહપતી (મુખપટી) કહે છે. જરૂર આ રિવાજને કઈ સ્વચ્છતા – અરવછતા સાથે સંબંધ છે જ નહિ પણ આ પ્રથા અસ્વાભાવિક અને તદ્દન બિનજરૂરી છે અને વાયુકાયની હિંસાના કાલ્પનિક ખ્યાલમાંથી ઊભી થયેલી છે. સાધુઓને મુખ્ય જીવનવ્યવસાય અન્યને ઉપદેશ આપવાનો હોય છે. તે ઉપદેશ આપવાના. કાર્યમાં, એટલું જ નહિ પણ ચાલુ સામાજિક પરસ્પરના વ્યવહારમાં આ મુહપતી એક મોટા અન્તરાયની ગરજ સારે છે. માણસને જે અન્યને કહેવા યા જણાવવાનું હોય છે તે માત્ર શબ્દોથી જ વ્યક્ત: કરવામાં આવતું નથી. આંખ, મોટું અને હેઠ પિતાના વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org