________________
૨૧૯
શિલ્પનિર્માણની દષ્ટિએ આકર્ષક હતી. આ મ્યુઝિયમ જોયા બાદ ત્યાંનો રખેવાળ અમને એક નાના સરખા મંદિરમાં લઈ ગયો. ત્યાં મધ્ય ભાગની દીવાલને અઢેલીને માનવી કદની એક અતિ લાવણ્યમયી મૂર્તિ હતી. આ મૂર્તિ પાર્વતીની હતી. આ મૂર્તિનું શિલ્પવિધાન અસાધારણ કુશળતાથી ભરેલું હતું. આ મૂર્તિનાં દર્શન કરીને અમારાં દિલ આનંદ અને વિસ્મયથી હલી ઊઠયાં–એવી પ્રભાવશાળી તેની મુદ્રા હતી. માથા ઉપર પ્રાચીન શલિને અતિ ઝીણવટભર્યા કોતરકામવાળો મુગટ હતો. શરીર ઉપર સુન્દર ડિઝાઈનવાળાં આભૂષણો હતાં. એક હાથમાં કમળ હતું. એ હાથની લાંબી-પાતળી પ્રમાણબદ્ધ આંગળીઓ જાણે કે મીણની બનાવેલી ન હોય એવી આબેહૂબ કોમળ–મુલાયમ લાગતી હતી. બીજો હાથ વરદાન આપતો અથવા તે અભયદાનની મુદ્રા દાખવતા હતા. એવા જ સપ્રમાણે બન્ને પગ અને નીચેના પંજા હતા. નજીક જઈને જોઈએ તે કમનસીબે તેનું નાક કોઈ યવનના અત્યાચારના પરિણામે અથવા તો કોઈ અકસ્માતના કારણે તૂટેલું અને પાછળથી સાંધેલું દેખાતું હતું, જે જોઈને મન ઊંડી ગ્લાનિ અનુભવતું હતું. આટલી ક્ષતિ બાદ કરીએ તે તે મૂતિ સર્વાંગસુંદર, ભારે સપ્રમાણે, લાવણ્ય અને પ્રતિભાને અનુપમ મેળ દાખવતી; જેને જોતાં– નીરખતાં આપણી આંખો થાકે જ નહિ એવી કમનીય લાગતી હતી. પાર્વતીની આવી ભવ્ય મૂર્તિ મેં પહેલાં કદી જોઈ નહતી.
વૈજનાથ હિમલિયનું એક નાનું સરખું તીર્થસ્થાન છે અને ત્યાં બાજુએ આવેલા તાલીમાં અનેક પુરાણુ–મોટા ભાગે શંકર -પાર્વતીનાં–કાળજર્જરિત મંદિર છે. અને એ કારણે યાત્રિકો આ રથળે પર્વદિવસોએ મોટી સંખ્યામાં એકઠા થાય છે. પુરાતત્ત્વસંશોધકે પણ આ સ્થળ પ્રતિ, ઉપર જણાવેલ કારણે, આકર્ષાયેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org