Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 328
________________ ૩૦૧ સતી’ શબ્દના પ્રયોગમાં આ પ્રમાણે ભેદ પડવાનું મૂળ કારણ પ્રત્યેક ધર્મની ભાવનામાં રહેલી ભિન્નતાનું પરિણામ છે. હિંદુ ધર્મ પ્રમાણે સ્ત્રી સેવક છે, પુરુષ સેવ્ય છે; સ્ત્રીને પતિ ઈશ્વર સમાન છે તથા આ જગતમાં સ્ત્રીને પતિ સમાન અન્ય કોઈ તરણતારણ નથી. જેના સિદ્ધાંત અન્ય પ્રકારે કહે છે. જૈન દષ્ટિએ સર્વ આત્માઓ–પછી તે પુરુષદેહી છે કે સ્ત્રીદેલી હો-સરખા છે અને પિતપિતાની ઉન્નતિ સાધવાને હક્કદાર છે. પુરુષની ઉન્નતિ માત્ર સ્ત્રીને આધીન નથી. તેમજ સ્ત્રીની ઉન્નતિ માત્ર પુરૂષને જ અધીન નથી. એક અન્યના ઈષ્ટદેવ હોવાને બદલે બન્ને એકમેકના સહચારી– સહાયકારી છે અને ઉભયના ઇષ્ટદેવ તો પરમાત્મા જ છે કે જેની ઉપાસના કરીને પરમ પદને પ્રાપ્ત કરી શકાય છે. પુરુષના પરમ પૌરુષની સિદ્ધિ માત્ર સ્વસ્ત્રી–અનુશીલનને જ અધીન નથી, તેમ સ્ત્રીનું સતીત્વ માત્ર સ્વપતિ-અનુશીલનને જ અવલંબતું નથી. ઉભયનું દંપતીજીવન માત્ર મિત્રીભાવ ઉપર જ રચાવું જોઈએ. કેઈ કેઈનું ગુલામ છે એવો વિચાર જૈન દર્શનને જરા પણ સંમત નથી. આ ઉપરથી જોઈ શકાશે કે સ્ત્રીને જૈન દર્શન પુરુષ જેટલું જ સ્વાતંત્ર્ય બક્ષે છે અને જેમ પુરુષને, જે સ્ત્રી પોતાના માર્ગમાં અગ્ય રીતે આડી આવે તો, સ્ત્રીની અવગણના કરવાનો અધિકારી ગણવામાં આવે છે, તેવી જ રીતે સ્ત્રીને પણ એવા અપવાદજનક પ્રસંગે વચ્ચે પુરુષની અવગણના કરવાનો અધિકાર મળે છે. આના સમર્થનમાં સુદર્શનનું દૃષ્ટાંત આપવું બસ છે. સુદર્શના ભગવાન મહાવીરની પુત્રી થાય. તેનું લગ્ન જમાલી સાથે કરવામાં આવ્યું હતું. જેમાલીએ જ્યારે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી ત્યારે સુદર્શના પણ જમાલીની શિષ્યા થઈને તેની સાથે રહેતી. આગળ જતાં જમાલીને ભગવાન મહાવીર સાથે અમુક સિદ્ધાન્તના વિષયમાં જબરો વિચારવિરેાધ ઊભે થયો. આ ઉપરથી જમાલીએ ભગવાન મહાવીરના શાસનને અનાદર કરી સ્વતંત્ર મત સ્થાપિત કર્યો. સુદર્શના કેટલાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332