Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 326
________________ જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન ' દયા અને ન્યાયના સિદ્ધાન્ત ઉપર રચાયેલ જેન ધર્મે પ્રથમથી જ સ્ત્રીવર્ગને યોગ્ય ન્યાય આપવા પ્રયાસ કરે છે. સ્ત્રીવર્ગ સંબંધી જૈન દર્શનની વિશાળ ભાવના પ્રથમ તે સ્ત્રી અને પુરુષને સમાન ધ્યેય પ્રાપ્ત કરાવે છે અને તે ધ્યેયને સર્વલભ્ય બનાવે છે. મેક્ષ–સર્વજ્ઞત્વ–આત્મસાક્ષાત્કાર માત્ર પુરુષને જ નહીં પણ સ્ત્રીને પણ પ્રયત્ન કરતાં સ્ત્રીવપણામાં જ પ્રાપ્ત થઈ શકે એવું જૈન દર્શન પ્રતિપાદન કરે છે, અને આના અનુસંધાનમાં સ્ત્રીઓને ચરિત્ર –સંન્યાસ અંગીકાર કરવાની અનુજ્ઞા આપે છે. જેનેના ઓગણીશમાં તીર્થકર મલ્લીનાથ સ્ત્રી હેઈને સ્ત્રીઓ તીર્થકરપદને પણ કવચિત પ્રાપ્ત કરી શકે છે–આવો વિચાર જૈન દર્શન પ્રકટ કરે છે. જે સ્ત્રીઓ ધારે તે સ્વતંત્ર રીતે સ્વપ્રયાસથી પુરુષોની માફક ઊંચામાં ઊંચી કેટિને પામી શકે છે–આ સિદ્ધાન્ત જૈન દર્શન સ્વીકારે છે એટલું જ નહિ પણ ઉપદેશે છે. ચંદનબાલાનું દષ્ટાંત પણ એટલું જ મનહર તથા ઉપર જણાવેલી બાબતનું સમર્થક છે. ભગવાન મહાવીરે જે તીર્થનું સ્થાપન કર્યું, તેનું ભગવતી ચંદનબાલાએ અંગીકરણ કર્યું, તે ભગવાન મહાવીરની પ્રથમ શિષ્યા થઈ અને તેમના સદુપદેશનું પાન કરી, કેવળજ્ઞાન સાધી, મોક્ષપદને પામી. સ્ત્રીવર્ગ સંબંધી જેના દર્શન હિંદુ ધર્મથી બહુ જુદા તથા વધારે વિશાળ ખ્યાલે ધરાવે છે, તે વાત “સતી” શબ્દને પ્રત્યેક ધર્મમાં શું અર્થ થાય છે તે વિચારવાથી વધારે સ્પષ્ટ થશે. હિંદુ ધર્મ પ્રમાણે જે સન્નારીઓને “સતી” ની ટિમાં મૂકવામાં આવી.. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332