Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 324
________________ ૨૯૭ વસ્તીને કઈ પરિચય જ ન સાથે. વળી, દંડકેશ્વરનાં તે દર્શન કરવાનાં જ રહી ગયાં. ગોવિંદ લામાની ઊડતી મુલાકાત જ લીધી અને લી ગૌતમીનાં ચિત્રો જોવાનું બન્યું જ નહિ. આમ ચિત્તમાં તૃપ્તિ અને અતૃપ્તિનું વિચિત્ર 4% ચાલ્યા કરે છે. હિમાલય ખેડવાને મનેરથી અને હિમાલયને આ તે એક ટુકડે યો; હજુ તે બદ્રીનાથ અને કેદારનાથ તેમ જ ગંગોત્રી અને જમનોત્રી તીર્થનાં દર્શન કરવાં બાકી છે; અને કલાસનાં દર્શન ન કર્યા ત્યાં સુધી બધું અધૂરું છે. અને કાશ્મીરમાં આવેલ અમરનાથનું તે મનમાં કંઈ કાળથી રટણ ચાલ્યા કરે છે. આમ હિમાલયનો એક પ્રદેશ જોતાં તેના અન્ય અનેક પ્રદેશે નજરે નિહાળવાની ચિત્તમાં અદમ્ય ઝંખના જાગી છે અને કલ્પનાની પવનપાવડી ઉપર ચઢીને મન હિમાલયના એક છેડેથી બીજા છેડા સુધી વિચારી રહ્યું છે, ભટકી રહ્યું છે. જિંદગી ટૂંકી છે અને મનોરથો અનેક છે. આમાંથી ક્યો મનોરથ પૂર્ણ થશે અને કયા મનોરથો વણપૂર્યા રહી જશે તે કણ કહી શકે તેમ છે ? ભગવાનની રાસલીલાને ચમત્કાર છેવટે આ મારી વર્ણનકથા હું પૂરી કરી રહ્યો છું ત્યારે મને નરસિંહ મહેતાનો એક પ્રસંગ યાદ આવે છે. એ પ્રચલિત કથા મુજબ નરસિંહ મહેતાનો પરમ ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવ પ્રગટ થાય છે, અને પોતાના ભક્તને કહે છે કે તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું; તમારે જોઈએ તે માંગો. નરસિંહ મહેતા આ સાંભળીને ઊંડી ધન્યતા અનુભવતા માગે છે કે “ભગવાન, આપ પ્રસન્ન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332