________________
કoo
છે, તેમનાં ચરિત્રો ધ્યાનમાં લઈએ તો માલૂમ પડે છે કે જે સ્ત્રીએ અસાધારણ ધર્ય, સહનશીલતા તથા ધર્મબુદ્ધિથી પિતાના શિયળનું પરપુરુષથી રક્ષણ કર્યું હોય તેને “સતી” ગણવામાં આવે છે. સ્વપતિની વિચિત્રતાઓ જે સ્ત્રીએ માત્ર મનભાવે સહન કરી હોય અને ગમે તેવાં સંગે વચ્ચે “હાય” એવી બુમ પણ જેણે પાડી ન હોય તેને “સતી' તરીકે પૂજવામાં આવે છે. સારાંશ કે કાં તો અસાધારણ સંકટો કે લાલચે વચ્ચે શિયળ સંરક્ષણ કર્યું હોય અથવા તે સ્વપતિની વિટંબનાઓ, વિચિત્રતાઓ તથા વિકૃતિઓ શાતિથી તથા મૌનભાવે સહન કરી હોય તેવી જ સ્ત્રી હિંદુધમાં “સતી' પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે. આ ભાવના ઉત્તમ છે તથા તેમાં ઉત્કૃષ્ટ તપ તથા આત્મભોગ રહેલાં છે. જૈન દર્શન સતીત્વપદ પ્રાપ્તિ અર્થે આ ભાવનાઓ સ્વીકારે છે, પણ તેટલાથી સંતોષ પામતું નથી. જેના દર્શન તેથી પણ આગળ વધે છે અને સતીત્વપ્રાપ્તિ અર્થે અન્ય દ્વાર ખુલ્લાં કરે છે. શિયળ સંરક્ષણને તો જૈન દર્શન પણ સતીત્વ અર્થે એટલું જ આવશ્યક ગણે છે. પણ સતીત્વની પ્રાપ્તિ અર્થે શિયળની કસોટી કરે તેવા અસાધારણ પ્રસંગે ઉત્પન્ન થવા જ જોઈએ એમ તે સ્વીકારતું નથી. અન્ય ક્ષેત્રોમાં મહત્તા દર્શાવનાર સ્ત્રીઓને હિંદુ ધર્મ “સતી” પદથી અલંકૃત કરતો નથી. જૈન ધર્મમાં જે સતીની નામાવલી રચવામાં આવી છે, તેમનાં ચરિત્ર નિહાળતાં માલૂમ પડે છે કે શિયળ સંરક્ષણના વિકટ પ્રસંગે પ્રાપ્ત થયા ન હોય, પતિ સંબંધી બહુ સહન કરવું પડયું ન હોય તો પણ અન્ય ક્ષેત્રમાં મનુષ્યત્વને છાજે તેવાં પરાક્રમ કે મહત્તા દર્શાવ્યાં હોય તો તેને પણ “સી” તરીકે ગણવામાં આવી છે. દાખલા તરીકે બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, સુદર્શના, રામતી, જયંતી ઇત્યાદિ. -આ દૃષ્ટિએ લીલાવતી, ચાંદબીબી, જેન એફ આર્ક કે ફલોરેન્સ નાઈટીંગેલને પણ સતીની કટિમાં મૂકી શકાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org