________________
૩૦૩
વંદન કરે છે. આવા અઘટિત આચરણથી ત્યાં બેઠેલ વિદ્યાધર ચકિત થાય છે અને જેનાચાર્યને આ બાબતમાં પ્રશ્ન પૂછે છે, ત્યારે જૈનાચાર્ય તેના સંશયનું નિવારણ કરતાં કહે છે કે “આમાં યુગબહુદેવે કાંઈ પણ અઘટિત કર્યું છે એમ માનવાનું કારણ નથી. જેનાથી પિતાને ધર્મપ્રાપ્તિ થઈ છે અને જે પિતાની સદ્ગતિનું નિમિત્ત બનેલ છે તેને જ પ્રથમ વંદન ઘટે છે.” સ્ત્રી હલકી એટલે પતિને કદી પણ નમન એગ્ય થઈ ન શકે એ વિચારનો આ દષ્ટાંતથી સર્વથા બહિષ્કાર થાય છે અને ગુuT: પૂનાથા ગુજુ ન = જિક ૪ વયઃ એ ન્યાયપૂર્ણ સિદ્ધાન્તનું સચોટ રીતે સમર્થન થાય છે. '
સતી થવાને એટલે કે પતિ પાછળ બળી મરવાનો રિવાજ જેન શાસ્ત્રથી સર્વથા અસંમત છે, અને તે માત્ર માનસિક નિર્બળતાનું પરિણામ હાઈને તેને “આપઘાત' ની જ કોટિમાં જૈન શાસ્ત્ર મૂકે છે; એક પણ જેન સતી એવી નથી કે જેણે પતિ મરણ પાછળ આવું આચરણ કર્યું હોય !
જ્ઞાનપ્રાપ્તિના વિષયમાં સ્ત્રીઓને પૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે તે બાબત, બ્રાહ્મણે જેમ વેદને સર્વ શાસ્ત્રોનું મૂળ ગણે છે, તેમ જેનોમાં ગણાતા સર્વ શાસ્ત્રોના મૂળ સમાન આગમો વાંચવાની જેન સાવીઓને છૂટ આપી છે તે ઉપરથી સમજી શકાય તેમ છે. અનેક જન શ્રેષ્ઠીઓની પુત્રીઓના કળાવિભવ તથા શાસ્ત્રપારંગતતાનાં સુંદર વર્ણનો જૈન કથાઓમાં જ્યાં ત્યાં દશ્યમાન થાય છે. જયંતી અને ભગવાન મહાવીરની પ્રશ્નપરંપરા સૌકોઈને સુવિદિત છે. ભગવાન મહાવીરને અનેક વિદ્વાન તથા કેટલીક તે સર્વજ્ઞત્વને પામેલી સાધ્વી શિષ્યાઓ હતી, તે વાત મશહૂર છે; એટલું જ નહિ પણ વર્તમાન સર્વ વિદ્યાઓને મૂળ પ્રચાર પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પોતાની પુત્રી બ્રાહ્મીને અક્ષરવિદ્યા આપીને તથા સુંદરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org