Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ વખત તે! જમાલી સાથે રહી, પણ વિશેષ વિચાર, મનન તથા - અવલાકનના પરિણામે ભગવાન મહાવીરના કથનમાં તેને સત્ય પ્રતીત થયું. આ ઉપરથી સુદર્શનાએ જમાલીને સમજાવવા બહુ પ્રયત્ન કીધા તથા બન્નેએ ભગવાન મહાવીરના શરણે જવું' એમ વિનંતી કરી, પણ જ્યારે જમાલી પોતાના દુરાગ્રહથી ડગ્યા નહિ ત્યારે સુદર્શનાએ જમાલીને ત્યાગ કીધેા અને ભગવાન મહાવીરના શાસનને પુનઃ અગીકાર કર્યું. આવી સ્ત્રીને હિંદુ ધર્મ કદાચ અસતી કહેશે. જૈન ધર્માં તેને સતી ગણે છે. : જૈન દર્શન ઓએને ફરજિયાત ગૃહસ્થાશ્રમને આગ્રહ કરતું નથી. જૈન કથાઓમાં નૈષ્ઠિક બ્રહ્મચારિણીનાં દૃષ્ટાન્તો કાંઈ થેાડાં નથી. બ્રાહ્મી, સુંદરી, રાજેમતી, 'દનબાળા આદિ અનેક સતીએ • નૈષ્ઠિક બ્રહ્મચારિણી હતી. કેટલીક જૈન તીએનાં દૃષ્ટાંતા ખરેખર બહુ મનેાહર તથા વિચારણીય માલૂમ પડે છે, અને સ્ત્રીત્વની ઉત્કૃષ્ટતાને સમજાવવામાં અહુ સહાય કરે છે. મદનરેખાનું દૃષ્ટાંત આવું જ છે. મનરેખા યુગમાહુની પત્ની થાય. યુગબાહુને મોટા ભાઇ કેટલાક દુવિચારથી યુગબાહુને પ્રાણહર શસ્ત્રપ્રહાર કરે છે, અને તેથી તે મરણાસન્ન દશામાં બહુ પીડાય છે. તે વખતે મદનરેખા પેાતાના પતિને સંસારની વિનશ્વરતા તથા જીવનની ક્ષણભંગુરતાના ઉપદેશ કરે છે તથા પરમાત્મ * ચિન્તનમાં પ્રેરે છે, તેના પરિણામે યુગબાહુ શાન્તિ પામી સમાધિમરણ અનુભવી સ્વલાકમાં સિધાવે છે. હવે આગળ ઉપર અમુક વિદ્યાધરની સહાયથી મદનરેખા નંદીશ્વરદ્રીપની યાત્રાએ જાય છે, અને ત્યાં વસતા કાઈ જૈનાચાય સમક્ષ બેસીને ધમ સાંભળે છે. તેવામાં યુગબાહુ, જે સ્વર્ગલોકમાં દેવપદને પામેલ છે તે, ત્યાં આવી ચઢે છે અને પૂભવની સસ્ત્રીને જૈનાચાર્ય સમીપ ખેડેલી જોતાં જેનાચાયતે પ્રથમ વદન કરવાને બદલે પૂર્વભવની સ્વસ્રી મદનરેખાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332