Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 331
________________ ૩૦૪ . પગલું ભર્યું છે ભગવાનની આશા છે. કન્યાને પરણાવી અંકવિદ્યા આપીને કર્યો છે, એ જેમાં પ્રચલિત માન્યતા એટલી જ ઉપયોગી તથા રહસ્યપૂર્ણ છે. સ્ત્રીશિક્ષણના વિરોધીઓને અથવા તો સ્ત્રીઓને બહુ સંકુચિત શિક્ષણ આપવાના પક્ષકારોને આ દૃષ્ટાન્તમાંથી બહુ ધડો લેવા જેવું છે. સ્ત્રીઓને કઈ કઈ બાબતમાં તે પુરુષથી પણ ઉત્તમ પદવી આપેલી છે. સર્વ ધાર્મિક ક્રિયાઓમાં સ્વસ્ત્રીને જમણું આસન આપવાની પદ્ધતિ જેના દર્શને સ્વીકારી છે, આનું રહસ્ય વિચારવા લાયક છે. લગ્ન સંબંધમાં જૈન દર્શને આગળ પડતું પગલું ભર્યું છે. રજસ્વલા થયા પહેલાં કન્યાને પરણાવી દેવાની સ્મૃતિકાર મનુ ભગવાનની આજ્ઞા વૈદ્યકીય નિયમથી વિરૂદ્ધ છે તથા બાળલગ્નાદિ અનેક હાનિકારક રિવાજોની મૂલક બનેલ છે. જૈન શાસ્ત્રમાં કન્યાની. ઉમ્મર સંબંધી આવું કાંઈ પણ બંધન જોવામાં આવતું નથી. ઇચ્છાવરનાં તેમ જ અન્ય અન્ય વર્ણો વચ્ચે થયેલાં લગ્નનાં દટાન્ત કાંઈ જૈન કથામાં થોડાં નથી. આવી બીજી ઘણી બાબતે નવું અજવાળું પાડે તેવી મળી શકે તેમ છે, પણ સ્થળ સંકોચના કારણે વિશેષ ઉલ્લેખ થઈ શકે તેમ નથી. આ સર્વ ઉપરથી એમ કહેવાનો આશય નથી કે જેના દર્શનકારો સ્ત્રીઓની સંસારમાં શું પદવી હોઈ શકે તે વિષે વર્તમાન ભાવનાને સર્વાશે સ્વીકારે છે. સમયના બળે તથા પરિસ્થિતિના બળે જૈન શાસ્ત્રકારોએ પણ સ્ત્રીઓ સંબંધી કેટલીક સાધારણ બાબતોમાં અણઘટતા પ્રતિબંધ કર્યા છે અને પુરુષોને વિશેષ સ્વાતંત્ર્ય આપ્યું છે પણ ઉપરની સર્વ વાતે ઉપરથી એટલું તો ચોક્કસ છે કે જૈન ધર્મનું મૂળથી વલણ સ્ત્રીઓને અયોગ્ય બંધનોથી મુક્ત કરાવવા તરફ તથા સમાનતા તરફ રહેલું છે અને તે દિશામાં જૈન શાસ્ત્રકારે યથાશક્તિ પ્રયાસ કરતા આવ્યા છે. | (તા. ૧૪–૮–૧૯૧૮ના રોજ પ્રગટ થયેલા લેખને મહત્ત્વને ભાગ અહીં આપ્યો છે. –સંપાદકો) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332