________________
૨૯૮
થયા છો તે મારે બીજું કશું જોઈતું નથી, મને શ્રીકૃષ્ણની રાસલીલા, દેખાડે.” ભગવાને “તથાસ્તુ' કહીને નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની. રાસલીલા દેખાડી. આ કથા સાચી છે કે ન હ, પણ હિમાલયના આ વિભાગોમાં પરિભ્રમણ કરતાં મારા પૂરતું તે મને એમ જ લાગ્યું છે કે હિમાલયમાં ફરતાં ફરતાં મેં તે ભગવાનની રાસલીલાનાં જ દર્શન કીધાં છે. મારા પરિભ્રમણ દરમિયાન પરમાત્માના વિરાટ રૂપને જ મારી આસપાસ નાચતું મેં નિહાળ્યું છે, અનુભવ્યું છે. પર્વતની અનન્ત રેખાઓમાં, વૃક્ષોના પાર વિનાનાં ડેલનમાં, રસ્તાઓના ઢાળ-ઢોળાવમાં અને આમતેમ ઘૂમરી લેતાં વળાંકમાં, ગવર્નમેન્ટ રોડવેઝ કે કે. એમ. એ. યુ. લિમિટેડનાં વાહનોની તાલબદ્ધ ગતિમાં, પવનની સતત વહ્યા કરતી શીત-મધુર લહરીઓમાં, વાયુસંચાલિત ગાજતી અને ગુંજતી દેવદાર, ચીડ. વગેરેની વનરાજીઓમાં, શીતળ જળને વહન કરતી સરિતાઓમાં અને ખળખળ વહેતાં ઝરણુઓમાં અને ગગનચુંબી ગિરિશિખરામાં વિરાટની અપાર લીલા નિહાળી છે, નૃત્ય, નૃત્ય અને નૃત્ય જ જોયું છે, અને મારું મન તે સાથે સતત નાચતું રહ્યું છે. મેં તો સતત એક માસ સુધી એ રાસલીલા-રંગલીલા નિહાળી છે, મન ભરીને માણી છે. જીવનમાં આથી વધારે કૃતકૃત્યતા બીજી શી હોઈ શકે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org