Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 323
________________ ૨૯૬ હું સહેલાણીની માફક મુક્ત મને અને યથાસ્વરૂપે લખતા ગયા છું, ઉમેરતા ગયા છું. આવા લખાણનું મૂલ્ય કેટલું તેની આંકણી કરવાનું કામ વાચકાનું અને વિવેચકાનું છે. તૃપ્તિત-પ્તિનું ફ્રેન્ચ મને જણાવતાં આનંદ થાય છે કે હું પૂરી તૃપ્તિના સ ંવેદનપૂર્ણાંક હિમાલયની યાત્રા-કૂર્માંચળની પરિકમ્મા-પૂરી કરીને પા ફર્યાં છું. એમ છતાં પણ આ તૃપ્તિ સાથે એક પ્રકારની ઊંડી અતૃપ્તિ પણ હું અનુભવી રહ્યો છું. મનમાં કાંઈક એમ જ થયા કરે છે, નૈનીતાલ આટલા દિવસ રહ્યો અને ચાઈના પીક ચઢી આવવા માટે એક-બે દિવસ વધુ કેમ ન રાકાયા? અને ભીમતાલ ગયા તે તે હીરા ધોધે જઈ આવ્યેા અને ડેલે હાથ દઈને પાળેા ફર્યાં” જેવું જ કર્યું" ! ત્યાં સવારના જવું જોઈતું હતું અને આખા દિવસ ત્યાં ગાળવા જોઈ તા હતા. મુકતેશ્વર જયન્તીબહેનને ત્યાં એકાદ રાત રાકાઈ ગયા હોત અને સાંજ-સવારની તે સ્થળની શાભા જોઈ હાત તે કેવું સારું થાત ! રાણીખેતતી તેા કિનારને જ સ્પશીતે ચાલી નીકળ્યાં. કૌસાનીમાં હજુ પણ થાડુ` વધારે રોકાયાં હોત તેા કેવું સારું થાત ! વૈજનાથ તા ઊભા પગે જ જોયુ. અને બાગેશ્વરમાં એક દિવસ પણ આખા ન ગાળ્યા ! અને ત્યાંથી પીંડારી ગ્લેશિયર જોયા સિવાય પાછા કેમ ચાલી આવ્યા ? અલ્મારા ગયાં પણ ખીનસર તેા વણજોયું જ રહી ગયું. શ્રી ખોશી સેનના થાડાક વધારે પરિચય સાધ્યું. દાત તો કેટલું બધું જાણવાનું મળત! મીરાલા સ્વામી કૃષ્ણપ્રેમનાં દર્શન માત્ર જ કર્યાં, તેમને વધારે જાણવા-સમજવાનું બન્યું જ નહિ ! એકાદ આખા દિવસ તેમની સાથે ગાળવાના યાગ થયા હત તો કેવું સારુ' થાત ! જાગેશ્વરનું પ`ટન કેવળ ઊભડક ભાવે જ કર્યું. છૂટા જાગેશ્વરનાં તા દર્શન જ ન કર્યાં અને ત્યાંના ગામ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332