Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 321
________________ - ૨૯૪ - તત્ત્વ સાથે તાદામ્ય ચિન્તવવું–અનુભવવું. આ “આકાશ ખાવું શારીરિક સ્વાસ્થ તેમ જ આંખની તાકાત જાળવવા માટે જેટલું ઉપયોગી છે, તેટલું જ ચિત્તના ઊર્વીકરણ અર્થે લાભદાયી છે. જે આપણા વ્યક્તિત્વનું સમગ્રપણે ઊધ્વીકરણ કરવું હોય તે આપણે બને તેટલા આકાશલક્ષી બનવું જોઈએ, આકાશદર્શનને મહિમા અન્તરમાં ઉતારવો જોઈએ અને ચાલુ જીવનમાં અન્ન, જળ તથા હવાની માફક આકાશને પણ ખાતા આપણે થવું જોઈએ. પ્રવાસ આલેખન વિષે પં. સુખલાલજીએ પોતાના એક પત્રમાં મને લખેલું કે હિમાલયનું વર્ણન કરવા અંગેની મારી યોગ્યતાની પ્રતીતિ મને થશે કે નહિ તે પણ ત્યાંને ઘેરે અનુભવ મારા માથા ઉપર ચઢીને મને લખવાની ફરજ પાડશે. આમ માત્ર અન્તઃ પ્રેરણાથી જ નહિ પણ અન્તરના દબાણને વશ થઈને પાનાં ઉપર પાનાં હું લખે ગયો છું. આ લખાણ અંગે એકબે ખુલાસા કરવા જરૂરી લાગે છે આ આખા લખાણમાં જ્યાં ત્યાં “હું” અને “મેં” આવ્યા જ કરે છે. અહીં હું ગયો', “આ મેં કહ્યું, “મને આમ થયું – આવી વાકયરચના જ્યાં ત્યાં જોવામાં આવે છે. આવાં લખાણોને ઝીણવટથી તોળનાર–તપાસનારને કદાચ આ બાબત ખૂચે, તેને એમાં સુરુચિભંગ અથવા તે લેખકનું “અહં' પણ માલૂમ પડે. પણ આમ કરવું મારા માટે, મને લાગે છે કે, અનિવાર્ય હતું, કારણ કે પ્રસ્તુત પ્રવાસવર્ણનમાં ભિન્ન ભિન્ન સ્થળોનાં વર્ણન આપવાં તથા પ્રસંગ પ્રાપ્ત વ્યક્તિઓના પરિચય આપવા, તે ઉપરાંત મારા પિતાનાં સંવેદનોને વાચકને સાક્ષી તેમ જ સાથી બનાવવો, એ હેતુ વર્ણનલેખનના પ્રારંભથી જ મનમાં રહેલું હતું. વસ્તુત: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332