________________
૨૬૦
દર્શન કરવાં એ અહીં આવવાને ખાસ ઉદ્દેશ હતો. આશ્રમમાં અમે પહોંચ્યાં ત્યારે શ્રી કૃષ્ણપ્રેમ તથા તેમના શિષ્ય માધવાશિષ બહાર ફરવા ગયા હતા. થોડી વારે તેઓ આવ્યા. તેમણે અમને જોયાં અને મીઠા શબ્દોથી આવકાર આપ્યો. કૃષ્ણપ્રેમ આધેડ ઉમ્મરના, શરીરે પાતળા. અને ઊંચા છે. આંખો પર ચશ્માં પહેરે છે, માથું ખુલ્લું રાખે છે. કૃષ્ણપ્રેમની મુખાકૃતિ ઉપર નિતાન સાધુતા તરવરે છે. તેમને જોતાં જ આ એક વિદ્વાન, ચિન્તક, અસામાન્ય વ્યક્તિ છે એમ લાગ્યા વિના ન રહે. તેમની વાણુ સૌમ્ય અને પ્રસન્ન ભાવથી ભરેલી છે. તેમની સાથેના માધવાશિષ એક નમણી આકૃતિના યુવાન છે અને એમની રીતભાતમાં સંયમ અને સ્વસ્થતા દેખાય છે. બગીચામાં આવેલી ખાટ ઉપર તે બન્ને બેઠા. તેમની સામે ચોતરા તરફ અમે બધાં બેઠી. અમારી ઓળખાણ અમારે જ કરાવવાની હતી. અમારી વચ્ચે પ્રાસંગિક વાતો શરૂ થઈ, પણ અહીં અમને વધારે વખત રોકાવું પરવડે તેમ નહોતું. સૂર્ય અસ્તાચળ સમીપ જઈ રહ્યો હતો. અંધારું થઈ જાય તે પહેલાં પનવનૌલા અમારે પહોંચી જવું જોઈએ, તેથી અમે થોડીવારમાં ઊભાં થયાં. સ્વામીજીએ આશ્રમમાં અમને ફેરવ્યાં. બાજુએ આવેલી પથ્થરની આરસની દેરી પાસે લઈ ગયા અને અમને કહ્યું કે આ યશોદામાઈની સમાધિ છે; તેમનું અહીં બાર વર્ષ પહેલાં નિર્વાણ થયું. તે દેરીમાં બંસી વગાડતા શ્રીકૃષ્ણની ઊભી મૂર્તિ હતી. આ મૂર્તિ ભારે ભાવવાહી હતી. જોતાં આંખો થાકે નહિ એવી તે આકર્ષક લાગતી હતી. સાધારણ રીતે શ્રીકૃષ્ણની. મૂતિ ગોળમટોળ અવયવો અને ફૂલેલા ગાલવાળી, શ્રીમાનના ઘરમાં ઊછરેલા કિશોર જેવી હોય છે. આ મૂર્તિને તે ઉઠાવ જ કોઈ જુદા પ્રકારને હતે. ધીર-ગંભીર તેની મુદ્રા હતી. નમણી, પાતળી શરીરયષ્ટિ હતી. અંગઉપાંગમાં વિલક્ષણ સામ્યતાનાં દર્શન થતાં હતાં. આ મૂતિ સંબંધમાં સ્વામીજીએ જણાવ્યું કે યશોદાભાઈ વિદ્યમાન હતા તે દરમિયાન તેમના માટે આ મૂર્તિ ઈટાલીથી ખાસ તૈયાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org