Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 318
________________ ૨૯૧ નહતું. ગગનચુંબી પર્વતશિખરે, વૃક્ષરાજિની અનન્ત પરંપરા, માઈલે સુધી લંબાતી નદીઓ, ટેકરા-ટેકરીથી છવાયેલા પચાસ-સ માઈલના વિસ્તીર્ણ પ્રદેશનું વ્યાપક દર્શન–આ બધા વચ્ચે ફરતાં -અમે કઈ જુદી જ સૃષ્ટિમાં આવી વસ્યાં છીએ, જે દુનિયા અમે આજ સુધી જોઈ છે અને જાણી છે તે અને આ પર્વતની દુનિયા અને અલગ દુનિયા છે; એ નીચેની દુનિયામાં સુન્દર અને અસુન્દર બન્નેના તાણાવાણા છે; અહીં ઉપરની દુનિયામાં જાણે કે બધું જે અમાપ સૌન્દર્યથી ખીચોખીચ ભરેલું છે, અસુન્દર એવું કશું છે જ નહિ; જળ-સ્થળ બધાં ઉપર હિમાલયની ભવ્યતાની અને અગાધ વિશાળતાની છાપ અંકાયેલી છે–એમ લાગ્યા કરતું હતું. આવો અજબ પ્રદેશ આપણે ચાલુ દુનિયા સાથે સંકળાયેલ છે તેનું ભાન માત્ર જ્યારે ત્યાં વસતા માનવસમાજની ગરીબીકંગાલિયત તરફ અમારી નજર પડતી હતી ત્યારે થતું હતું. કુદરતે સૌન્દર્ય તે અહીં બે હાથે વેર્યું છે, પણ અહીં વસતા માનવને પહેરવાને પૂરાં કપડાં નથી, ખાવાનું પૂરું ધાન નથી, ટકવાને પૂરું કામ નથી; જ્યાં જુઓ ત્યાં કંગાળ, ચીંથરેહાલ સ્ત્રી પુરુષો અમારી નજરે પડતાં હતાં. પર્વતપ્રદેશમાં વસતા લોકે રૂપાળાં અને કદાવર હોવાની સામાન્ય માન્યતા છે-અને દાર્જિલિંગમાં આવું કાંઈક અમને લાગ્યું પણ હતું-પણ અહીંની પ્રજા ન લાગી રૂપાળી, ન લાગી કદાવર. આ પ્રજાને ઊંચે લાવવાનો ગંભીર પ્રશ્ન ભારત સરકારની સમક્ષ પડેલે છે; અંગ્રેજી હકૂમત દરમિયાન તેમને ઊંચે લાવવાનો કોઈ સંગીન પ્રયત્ન થયો જ નહોતે એમ કહીએ તે ચાલે. પણ આજે તેમના માટે આશાનો ઉદય થયો છે, અને પ્રાદેશિક તેમ જ કેન્દ્રિય સરકાર આ બાબત ગંભીરપણે વિચારી રહી છે. તેથી તેમનું ભવિષ્ય આજે પહેલાં જેટલું બિહામણું નથી એમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332