Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 317
________________ ૨૯૦ આવ્યું અને ત્યાર બાદ થોડી વારમાં સમયસર અમે મુંબઈ પહોંચી ગયાં. આમ અમારે એક માસ અને બે અથવા ત્રણ દિવસનો પ્રવાસ પૂરે થયે. વિહંગાવલોકન આ આખા પ્રવાસને વિહંગમ દષ્ટિએ નિહાળતાં બે-ત્રણ બાબતો જણાવવાનું પ્રાપ્ત થાય છે. હિમાલય વિષે આપણી સામાન્ય કલ્પના એવી હોય છે કે ત્યાં અત્યન્ત કડકડતી ટાઢ હોય, જ્યાં ત્યાં બરફના પર્વતે દેખાયા કરે, અને પૂરી મસ્તીથી ઝરણાઓ અને નદી પ્રવાહો જ્યાં ત્યાં ખળખળ વહી રહ્યાં હેય. બદ્રીનાથ, કેદારનાથ અથવા તે ગંગોત્રી કે જનેત્રીનાં તીર્થે હિમાલયના જે વિભાગમાં આવેલાં છે, તે વિભાગનું સ્વરૂપ લગભગ આવું જ હોવું જોઈએ એમ તેનાં વર્ણને ઉપરથી લાગે છે. પણ અમે જે વિભાગમાં ફર્યા તે વિભાગમાં આમાંનું લગભગ કાંઈ નહોતું એમ કહું તે ચાલે. નૈનીતાલમાં અમે ટાઢ ઠીક પ્રમાણમાં અનુભવી. પછીના પ્રદેશમાં ટાઢ ઉત્તરોત્તર ઘટતી ગઈ અને આત્મારામાં તે દિવસના ભાગમાં કદી કદી ઠીક પ્રમાણમાં ગરમી લાગતી હતી. બરફના પહાડે અમે માત્ર કૌસાનીમાં હતાં ત્યારે જ જોયા–તે જોવા માટે આ ઋતુ જ નહોતી. તે માટે ઓકટોબર મહિને ઉત્તમ ગણાય. ઝરણાંઓ ભાગ્યે જ નજરે પડતાં હતાં. નદીઓ અમારા ભાગમાં જ્યાં ત્યાં આવતી હતી, કેટલેક ઠેકાણે અમારો રસ્તે એક યા બીજી નદીના કિનારે કિનારે જ દૂર દૂર સુધી આગળ ચાલ્યો જતો હતો. પણ આ બધી નદીઓ કૃશકાય હતી. ઉનાળામાં આમેય તે આ નદીઓ સુકાયલી હોય. આ વર્ષે વરસાદ બહુ ઓછો પડવાના કારણે વિશેષતર કૃશકાય બની ગઈ હતી. આમ છતાં હિમાલયનું અમારું દર્શન લેશમાત્ર ઓછું ભવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332