________________
૨૮૧
ધરવામાં આવે છે. પ્રસ્તુત પ્રતિમામાં દર્શાવાયેલા જાતીય મિલનને માત્ર આટલે જ અર્થ અથવા તે હેતુ છે. વસ્તુતઃ આ યુગલપ્રતિમા સ્ત્રીપુરુષના સ્થૂળ મિલનને રજૂ કરતી નથી, પણ માનવીજીવનની પૂર્ણાવસ્થાને એટલે બુદ્ધત્વને પ્રાપ્ત કરવા માટેની દ્વિમુખી આધ્યાત્મિક પ્રક્રિયાને રજૂ કરે છે.”
તેમની આ વિદ્વત્તાભરી આલોચનાથી હું ખૂબ પ્રભાવિત બન્યો અને પ્રસ્તુત યુગલપ્રતિમાનું મને એક નવું જ interpretation-રહસ્યઅનાવરણ લાધ્યું.
આમ અમારી વાત ચાલતી હતી. એવામાં લી ગતમી મેનાને પિતાનાં કેટલાંક ચિત્રો બતાવતાં હતાં, તે તરફ મારું ધ્યાન ગયું. તેમણે બૌદ્ધ સાહિત્યની કથાઓને નિરૂપિત કરતાં અનેક ચિત્રો ચીતર્યા હતાં. અને તેમાંના કેટલાંક “ઇલેસ્ટ્રેટેડ વીકલી'માં, એક લેખમાળાના આકારમાં, કેટલાક સમય પહેલાં છપાયાં હતાં. આ મૂળ ચિત્ર હું પણ તેમની પાસે જઈને જોવા લાગ્યો. પણ અમારા માટે “રાત થોડી અને વેશ ઝાઝા” જેવી સ્થિતિ હતી. તેમને બતાવવાનું ઘણું હતું અને અમારી પાસે સમયની ભારે કમીનાહતી. આકાશમાં વાદળને ગડગડાટ ચાલુ હતો. સાંજના સાડાપાંચ-છ વાગવા આવ્યા હતા. અંધારું થાય તે પહેલાં આરા પહોંચી જવું જરૂરી હતું. લી ગોતમીએ અમને ઘણું કહ્યું કે “અહીં આવ્યાં છે તે રોકાઈ જાઓ.” તેમને પોતાનું કામ દેખાડવાની ઘણી હોંશ હતી. અમને પણ એ જોવાની બહુ ઈચ્છા હતી. પણ એ જોવા જ પામ્યાં નહિ. ગાવિંદ લામા તે એક મોટા સંશોધક, લેખક તેમ જ ચિત્રકાર છે. મળ્યાં મળ્યાં અને કાંઈ ન જોયું–એવી અવૃતિ સાથે તેમનાથી અમે છૂટાં પડયાં.
લી ગતમાં જ્યાં અમારું સ્ટેશન વેગન ઊભું હતું ત્યાં સુધી અમને વળાવવા આવ્યાં; એકરાઓને ચોકલેટ અને પીપરમેન્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org