________________
૨૮૭
મળી ગયું હતું, તે જાણી નિરાંત અનુભવી. સાંજે પાંચેક વાગ્યે ગાડી ઊપડી. હિમાલય હવે દૂર અને દૂર જઈ રહ્યો હતેા. હલદાની સ્ટેશન આવ્યું. ધૂંધળા આકાશમાં પશ્ચિમ બાજુ સૂર્ય જ્યારે સારા પ્રમાણે નીચે આવી ચૂકયા હતા અને થાડા સમયમાં હવે તેના અસ્ત થશે એમ લાગતું હતું, ત્યારે નગાધિરાજ હિમાલયની આછી રેખા ઉત્તર દિશામાં અમારી દષ્ટિને આકર્ષી રહી હતી. હવે ઘેાડી વારમાં તે લાપ થશે એમ ધારીને, કાણ જાણે કયારે પાછાં હિમાલયનાં દર્શન કરીશું એવી ઉડ્રિગ્ન વૃત્તિપૂર્વક, અમે તેને છેલ્લાં નમન કર્યા'. સૂર્યના અસ્ત થયા, રાત્રિના અંધકાર સત્ર ફેલાઈ ગયા. અનેક મધુર સ્મરણા અને મીઠા અનુભવાના ભાર વડે એક પ્રકારની વ્યાકુળતા અનુભવતાં સ્વસ્થ-અસ્વસ્થ નિદ્રામાં રાત્રિ પસાર કરી. વડેલી સવારે જમનાજીના પુત્ર આવ્યા, અમે જમનાજીનાં દર્શોન કર્યાં અને સાડાચાર વાગ્યા લગભગ મથુરા પહેાંચ્યાં.
મથુરાથી મુંબઈ તરફ
અહીંથી અમારે સવારના અગિયાર-સાડાઅગિયાર લગભગ આવતા ફ્રન્ટીયર મેલમાં બેસીને આગળ વધવાનું હતુ. વેઇટિંગ રૂમમાં ગયાં. દાતણ-ચા-પાણી-સ્નાન વગેરે પતાવ્યું. મારા સિવાય બીજા બધાં શહેરમાં કરવા ગયાં. સૂર્યના ઊગવા સાથે જ પ્રખર ગ્રીષ્મનેા પ્રભાવ વરતાવા લાગ્યા. હવામાન ગરમ થતું જતું હતુ.. આકાશ ધૂંધળું બનતું જતું હતુ.. ગરમીની માત્રા વધતી જતી હતી. નવ વાગ્યા; દશ વાગ્યા, શહેરમાં ગયેલાં સૌ પાછાં આવી ગયાં. અગિયાર વાગ્યા, ટ્રેન આવી પહેાંચવાના વખત થયા અને ગરમી પણ દુઃસહુ બનવા લાગી. ચોવીસ કલાક પહેલાં શીતળ હવામાન શરીર તથા મનને પ્રસન્ન બનાવી રહ્યું હતું. અત્યારે ઉષ્ણુ હવામાન શરીર અને મનને અકળાવી રહ્યું હતું. આંખોને
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org