________________
૨૮૨
આપી. તેઓ તે ગુજરાતીમાં જ વાત કરતાં હતાં. તેમનું શરીર ભરેલું અને ગૌરવણું હતું. મોટા ઉપર સ્વતંત્ર વ્યક્તિત્વની છાપ. હતી. અવાજ મોટો હતો. તેમની રીતભાતમાં એક પ્રકારની ખુમારી હતી. તેમનો પોશાક ટિબેટન સ્ત્રીના પિશાકને બહુ મળતો. હતો. કાળો લાંબો ઝબ્બો અને કેડે રેશમની દોરઠી બાંધેલી, કાપેલા કાળા વાળ, આંખે ચમકતી અને મોટું ભરેલું. ડો. વીઝ નામના એક અમેરિકને આ બાજુ વસાહતો ઊભી કરવા માટે કાસારદેવી તેમ જ અન્યત્ર મોટા પ્રમાણમાં જમીન લીધેલી અને તેમાંથી કાસારદેવી એસ્ટેટ તેણે લામા ગોવિંદને ભેટ આપી. ગોવિંદ તો પિતાના વાચન-લેખન-સંશોધનમાં પડેલા છે. એટલે આખી કાસારદેવી. એરટેટ સંભાળવાનું કામ લી ગતમીને માથે છે. એ નાની સરખી એસ્ટેટની જાણે કે તે હાકેમ ન હોય એવો તેમને રૂઆબ હતો.
આ બન્નેની આજ સુધીની જીવનકારકીર્દિ વિષે મને ખૂબ કૌતુક થયું. એ સંબંધમાં પૂછપરછ કરતાં તેમ જ તેમની પાસેથી. સીધી માહિતી મેળવતાં મને જે માહિતી મળી તે નીચે મુજબ છે :
ગોવિંદ લામા મૂળ જર્મનીમાં આવેલા બોહીમીઆના વતની છે. પણ ભારતમાં તેઓ ઘણાં વર્ષોથી રહે છે, તેથી તેમને હવે તે ભારતીય જ કહેવા જોઈએ. જ્યારથી તેઓ સ્વતંત્ર રીતે વિચારતા થયા ત્યારથી તેમનું વલણ બુદ્ધધર્મ તરફ ઢળેલું હતું. ૧૮ વર્ષની ઉંમરે તેમણે બુદ્ધદર્શન ઉપર પિતાનું પહેલું પુસ્તક લખ્યું હતું. યુરોપની ભિન્ન ભિન્ન યુનિવર્સિટીઓમાં તેમણે ફિલે સાફી, આર્ટ અને આકીઓલોજી--તત્ત્વવિજ્ઞાન, લલિતકળા અને પુરાતત્ત્વવિદ્યા
–ને અભ્યાસ કર્યો હતો, અને આકએલાજીને લગતી તેમને એક શિષ્યવૃત્તિ મળી હતી, જેને લીધે તેઓ મધ્યસમુદ્ર આસપાસના અને ઉત્તર આફ્રિકાના દેશોમાં સારો પ્રવાસ કરી શક્યા હતા. સાથે સાથે તેઓ બુદ્ધધર્મનો યુરોપમાં પ્રચાર કરી રહ્યા હતા અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ યુનિયનની તેમણે સ્થાપના કરી હતી. પાલી, બુદ્ધિઝમ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org