Book Title: Chintan Yatra
Author(s): Parmanand Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 303
________________ ૨૭૬ કે કાસારદેવી ઉપર એક લામાયુગલ રહે છે. અને તેમાંના લામા અનાગરિક ગોવિદ જેને પરણેલ છે, તે મુંબઈના એક પારસી બહેન છે અને તે તથા મેના શાતિનિકેતનમાં સાથે રહેલાં હોઈને મેનાને તે જાણે છે. આ બાબતનો વધારે વિચાર કરતાં અમને ખ્યાલ આવ્યું કે જ્યારે શાન્તિનિકેતનમાં ભણતી હતી ત્યારે રતિ પીટીટ એ નામનાં મુંબઈનાં જાણીતા પીટીટ કુટુંબનાં એક બહેન શાતિનિકેતનમાં રહેતાં હતાં અને તે જ આ ગોવિંદ લામાને પરણેલાં બહેન હોવાં જોઈએ. આ કારણે મેનાને તેમ જ અમને બધાને આ લામાયુગલને મળવાનું ખૂબ કુતુહલ હતું. અમારી સાથે ભોમિયો હતો. તે અમને તેમના નિવાસસ્થાન ઉપર લઈ ગયો. તે કાસારદેવીના મંદિરની બહુ નજીકમાં જ હતું. તેમના કોઈ નોકર સાથે અમારા વિષે કહેણ મેકવ્યું. લી ગતમી મેનાને સોળ વર્ષના લાંબા ગાળા બાદ જોઈને આશ્ચર્ય પામ્યાં. બન્નેએ એકમેકને ઓળખી કાઢ્યાં. અરે મેના, તું અહીં કયાંથી? એમ કહીને મેનાને તે વળગી પડયાં, અમને બધાને તેમણે આવકાર આપ્યો અને મકાનની અંદર લઈ ગયાં અને મુખ્ય ઓરડામાં બેસાડયાં; તેમના પતિ સાથે મેનાની અને અમારી ઓળખાણ કરાવી. તેઓ એક ગાદી પર બેઠા હતા. સામે નાનું મેજ પડયું હતું. તેમને મળવા કોઈ અંગ્રેજ મહિલા આવ્યાં હતાં તેમની સાથે તેઓ વાત કરતા હતા. ટિબેટના ધર્મગુરુ જેવી જ તેમની આકૃતિ તેમ જ પોશાક હતાં. શરીરે કૃશ હતા. આંખે ચશ્માં પહેર્યા હતાં. મોટા ઉપર નાની સરખી દાઢી મૂલતી હતી. મુખમુદ્રામાં ગાંભીર્ય, સાત્વિકતા અને સૌમ્યતાની છાપ પ્રતીત થતી હતી. વાણીમાં ચિન્તન અને વિદ્વત્તાનો રણકાર હતો. આ કેઈ વિચક્ષણ, બહુશ્રુત, શીલસંપન્ન પુરુષ છે એમ તેમને જોતાં કોઈને પણ લાગે. તેમણે પણ અમને ભાવપૂર્વક આવકાયો. શરબત અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332