________________
- ૧૭૦
ઘસાઈ ગયું છે, અને કામ આપવાની ના પાડે છે. એમ છતાં તેમની પ્રવૃત્તિ ચાલુ છે. આજે તેમનું ધ્યાન ભૂદાન આન્દોલન અને સર્વોદય વિચારના પ્રચાર પાછળ વિશેષતઃ કેન્દ્રિત બન્યું છે.
અમે આભારી રહ્યાં તે દરમિયાન આ શાન્તિભાઈ તથા - ભક્તિબહેનને ત્રણ-ચાર વાર મળવાનું બન્યું હતું. મુકતેશ્વરમાં
અમે જેમને મળ્યાં હતાં તે જયન્તીબહેનનાં માતુશ્રી અહીં રહેતાં હતાં તેમને મળવાનું અમને મન હતું. શાન્તિભાઈ અમને તેમના - નિવાસસ્થાને લઈ ગયા હતા. જયન્તીબહેનનાં માતુશ્રીને મળતાં અમને વિશેષ આનંદ તે એટલા માટે થયો કે, જોકે તેઓ મૂળ આરાનાં વતની છે, પણ પિતાના પતિ સાથે તેમણે ઘણાં વર્ષો કાઠિયાવાડમાં ગાળેલાં. કાઠિયાવાડ છોડયાને પણ વર્ષો થયાં, એમ છતાં આજે પણ તેઓ સરળપણે ગુજરાતીમાં–કાઠિયાવાડી ગુજરાતીમાં–વાત કર્યો જતાં હતાં. પહાડમાં વસતાં અને આ બાજુનાં મૂળ વતની વયોવૃદ્ધ સન્નારીને આમ આપણા વતનની તળપદી ભાષા બોલતાં સાંભળીએ ત્યારે આપણને વિસ્મય તેમ જ આનંદની લાગણી થઈ આવે એ તદ્દન સ્વાભાવિક છે. સત્યનારાયણ હાટને સંન્યાસી
આભેરાના અમારા નિવાસને આજે છેલ્લો દિવસ હતો. બીજે દિવસે (એટલે કે આઠમી જૂન રવિવારે) સવારે દશ વાગ્યે અહીંથી - અમારે મુંબઈ તરફ જવા માટે વિદાય થવાનું હતું. સવારમાં વખતસર ઊડ્યાં. અમે જ્યાં ઊતર્યા હતાં ત્યાંથી થોડે દૂર નીચાણમાં પર્વતવિભાગ ઉપર એક મંદિર હતું. જેવી રીતે જમીનનો છેડે બન્ને બાજુએથી લંબાતે લંબાતો અને ટૂંક થતો જતે દરિયાના પેટાળમાં લાંબે સુધી જાય તેને “ભૂશિર કહે છે, તેમ પર્વતમાં પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org