________________
શ્યપ
Sing-કહે છે, એટલે કે પર્વતના ઢોળાવને ગાળે ગાળે કાપીને નાનાં નાનાં ખેતરે બનાવવામાં આવે અને તે ઉપર ધાન્ય ઉગાડવામાં આવે તેવાં ખેતરેથી ઢંકાયો હોય છે. પણ આગળ ચાલતાં પાછા ચીડનાં વન શરૂ થાય છે. આ ચીડ, જેને અંગ્રેજીમાં “પાઈન ટ્રી” કહે છે, તેનું નૈનીતાલ તેમ જ આલ્મોરા જિલ્લામાં પુષ્કળ વાવેતર હોય છે. આ ઝાડને આકાર જાણે કે ઇલેટ્રીક ગ્લેબ મૂકવા બાકી હોય એવા ક્રિસમસ ટ્રી” જેવો સુંદર અને સોહામણું લાગે છે. ઝુમ્મરની માફક તેમાં ડાળીઓ ફૂટેલી હોય છે. નીચેથી ઘેર શરૂ થાય છે અને ત્રિશંકુ માફક ઊંચે જતાં એ ઘેરા કમતી થત થતે એક પ્રકારની અણુમાં પર્યવસાન પામે. દેવદારને ઘાટ પણ આવો હોય છે, પણ તેને પર્ણવિસ્તાર વધારે ઘટ્ટ હોય છે. આમ પનવનૌલાના રસ્તે ચીડનાં વૃક્ષે અમને ચોતરફથી આવકારી રહ્યાં હતાં, અને પિતાની મનોહરતા વડે થાકને હળવો કરી રહ્યાં હતાં. આ સડક સિમેન્ટ કે ડામરની નહતી, એટલે પાકી કહેવાય છતાં કાચી હતી અને તેથી રસ્તાની ધૂળનો અમને સારો લાભ મળતું હતો ! સાંજના સાડાચાર-પોણા પાંચ લગભગ થયા અને અમે પનવનૌલા પહોંચ્યાં. બસમાંથી ઊતર્યા, બાજુએ ઊંચાણમાં આવેલા ડાક બંગલામાં સામાન લઈ જઈને મૂકો, અને ધૂળથી છવાયેલું મેટું ધોઈ સરખાં થઈને અહીંથી કેડી રસ્તે દોઢ માઈલ દૂર આવેલ મીરલા જવા અમે નીકળ્યાં.
અમારી કેડી પર્વતના ગાઢ જંગલમાં થઈને આગળ જતી હતી. સાંજને સમય હતો અને પશ્ચિમાકાશમાં સ્થિર થયેલાં ઉણ-મધુર સૂર્યકિરણે વૃક્ષની ડાળીઓને વીંધીને અમને સ્પર્શ રહ્યાં હતાં. આખી કેડી ઉપર મોટા ભાગે ચીડની સુંવાળી સળી
ઓની બિછાત પથરાઈ રહી હતી અને તે ઉપર થઈને ચાલતાં, -ચડતાં કે ઊતરતાં ધ્યાન ન રાખવામાં આવે છે, લપસી જવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org