________________
૨૨૩ આંગળીઓને ચોટ લાગી હતી તે હવે કળવા માંડી હતી અને જેડા પહેરીને ચાલવાનું મુશ્કેલ બનતું જતું હતું. પેલી દુકાને આવીને બેઠા અને માલૂમ પડ્યું કે ડાબા પગના અંગૂઠાની બાજુ બે આંગળીઓ સૂજી ગઈ હતી. બન્ને આંગળીએ ભીને પાટે બાંધ્યો અને ઠંડું પાણી સીંચવા માંડયું. રખેને આંગળીએ ફ્રેકચર તે નહિ થયું હોય ને, એમ મન ભય ચિન્તવવા લાગ્યું. જ્યાં બેઠાં હતાં તે દુકાનદાર બહુ ભલે આદમી હતો. જતા-આવતા માણસોને તેની દુકાને બે ઘડી ઊભા રહેવાનું ઠેકાણું હતું. બાજુએ ચાની હોટેલ હતી. દુકાનદારને અમારા મુંબઈ બાજુના જીવન વિષે ભારે કુતુહલ હતું, કારણ કે તે હરદ્વારથી કદી દૂર ગયો નહોતો. અમને એ લોકોનાં જીવન વિષે પણ એટલું જ કૌતુક હતું. આ કારણે, જોકે ગરુડથી બસને આવતાં ધાર્યા કરતાં વધારે વિલંબ થયો એમ છતાં, અમારી વચ્ચે ચાલી રહેલી વાતોને લીધે વખત બહુ જણાય નહિ. તે પ્રદેશમાં વસતા લોકોની ગરીબી, મોટા ભાગની નિરક્ષરતા, નાગરિક સગવડોનો લગભગ અભાવ, નિર્વાહનું મેટું સાધન ખેતી અને તે ખેતીની કંગાળ દશા–આ બધું જોઈ-જાણીને ઊંડી ખિન્નતા અનુભવી.
આ પ્રસંગે કૌસાનીવાળાં સરલાદેવી સાથે થયેલી એક વાતચીત યાદ આવી. મેં તેમને સહજભાવે પૂછેલું કે “સરલાબહેન, તમે અહીં ઘણા વખતથી વસો છે, એટલે તમે તે હિમાલયને ખૂણે ખૂણે ખૂંદી વળ્યાં હશો.” તેમણે જવાબ આપે કે “આ પ્રદેશમાં હું આવી એ અરસામાં ઠીક ઠીક ફરેલી, પણ પછી તે જર ની લડત આવી અને પછી તે મનમાં નિરધાર કર્યો કે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી જે કામ કરતી હેઉં તે જ કર્યા કરવું.” મેં કહેલું કે “દેશને હવે તે આઝાદી મળી ગઈ છે, તે તમે અવકાશ લઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org