________________
૨૪૬
રહે જ છે. એટલું ખરું કે આ બાજુની આબેહવા એવી વિચિત્ર હોય છે, કે જ્યારે પણ તમને લાગે કે આજે ખરેખર બહુ ઉકળાટ, છે, ત્યારે સમજવું કે બે-ત્રણ દિવસની અંદર વરસાદ આવવાનો. છે. એ મુજબ જરૂર વરસાદ આવી જાય અને બધે પાછી ઠંડક થઈ જાય છે. અહીં હવામાનની સમશિતોણતા ઉનાળાની ઋતુમાં જળવાઈ રહે છે.
અહીં આવ્યા બાદ સામાન વગેરે બધું થોડી વારમાં ગોઠવાઈ ગયું. અમે નહાયાંયાં, સ્વસ્થ થયાં, ભોજન કર્યું, થાક લાગે હતું અને આગલી રાતનો ઠીક ઠીક ઉજાગરે હતું એટલે બેએક કલાક આરામ કર્યો. સાંજ પડી. અહીં એક ઓરડાને પ્રાર્થનામંદિર બનાવવામાં આવ્યું છે, ત્યાં સાંજ-સવાર આશ્રમવાસી ભાઈઓ-બહેનો પ્રાર્થના માટે એકઠાં થાય છે. ઓરડામાં દાખલ થતાં સામેની દીવાલની મધ્યમાં લાકડાનું એક નાનું સરખું દેવઘર જેવું છે અને તેમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની છબી મૂકવામાં આવી છે. અત્યારે નિયમ મુજબ ત્યાં પ્રાર્થના શરૂ થઈ. અમે બધાં એમાં જોડાયાં.
ત્યાર બાદ ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી કેટલીક ડેકયુમેન્ટરી ફિમ્સ ત્યાં વસતાં ભાઈબહેનને બતાવવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો, તે મુજબ પ્રાર્થના પૂરી થયા બાદ ફિલ્મો દેખાડવાનું શરૂ થયું. એ જોવામાં દોઢેક કલાક પસાર થયા બાદ વાળ પતાવીને અમે નિદ્રાધીન થયાં. - અમે અહીં આવ્યાં તે જ દિવસે સાંજે આ પહાડી પ્રદેશમાં વર્ષોથી રચનાત્મક કાર્ય કરી રહેલા અને આજે વિશેષતઃ ભૂદાન આજોલનનો પ્રચાર કરતા ભાઈ શાન્તિલાલ ત્રિવેદીની પત્ની સી. ભક્તિબેન અમારી ખબર પૂછવા આવેલાં હતાં. ભાઈ શાન્તિલાલ ત્રિવેદીને, આભોરા જઈએ ત્યારે, મળવાની સૌથી પહેલી સૂચના મારા મિત્ર ભાઈ નવનીત પરીખે આપી હતી. પછી તે નૈનીતાલમાં ગંગા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org