________________
૫૦
તેમણે મુંબઈની પ્રજાને દેખાડેલા. રોયલ ઓપેરા હાઉસમાં ગોઠવાયેલા આવા એક સંમેલનમાં હું પણ વનસ્પતિની સજીવતા પ્રત્યક્ષ કરવા માટે ગયેલો અને એ પ્રયોગો જોયેલા. આ પ્રસંગે, બોશી સેને. અમને જણાવ્યું તે મુજબ, તેઓ જગદિશચંદ્રની સાથે હતા અને પ્રયોગો દેખાડવામાં તેમને મદદ કરી રહ્યા હતા. શ્રી બશી સેને આ રીતે જગદીશચંદ્ર બેઝ સાથે સતત બાર વર્ષ કામ કર્યું અને સાથે મળીને સંખ્યાબંધ Joint papers-નિબંધે તૈયાર કર્યા અને પ્રગટ કર્યા. ૧૯૨૩માં તેમણે “On Relation between permeability variation and plant movement” એ વિષય ઉપર એક સ્વતંત્ર પેપર લખે, જે રોયલ સોસાયટીએ રવીકાર્યો હતો અને પોતાના માસિકમાં પ્રગટ કર્યો હતો.
૧૯૨૪માં ઈંગ્લાંડ-અમેરિકાના મિત્રોની મદદ વડે અને રોયલ સોસાયટીએ નાની સરખી રકમ બેશી સેનને આપેલી તે વડે, કલકત્તામાં સ્વતંત્ર રીચર્સ લેબોરેટરી શરૂ કરવાને તેમણે નિર્ણય કર્યો. આ માટે પોતાના નાના સરખા ભાડાના ઘરના રસોડાને તેમણે પ્રયોગશાળામાં ફેરવી નાખીને તેને વિવેકાનંદ લેબોરેટરીનું નામ આપ્યું. આ મર્યાદિત સાધન વડે તેમણે પાયાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. બીજી દિશાએ તેમની નામના અને ખ્યાતિ વધતી ચાલી. રોયલ સોસાયટીએ તેમના બીજા સંશોધનિબંધનો-પેપરને, પિતાના મુખપત્રમાં પ્રસિદ્ધ કરવા માટે સ્વીકાર કર્યો. ૧૯૨૮માં તેમને ફેરેડે સોસાયટીના અને સોસાયટી ઓફ એકસપેરીમેન્ટલ બાયોલેજના સભ્ય બનાવવામાં આવ્યા.
૧૯૨૮ થી ૩૦ સુધી તેઓ અમેરિકા રહ્યા અને રબર્ટ ચેમ્બર્સ ઓફ ન્યુયોર્ક યુનિવર્સિટીમાં તેમણે સંશોધનકાર્ય કર્યું. અહીં રહીને તેમણે વનસ્પતિ અને છોડવાઓ અંગે અનેક મૌલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org