________________
૨૨૨
માટે ખુલ્લું હતું. ત્યાં કોઈ પૂજારીને પિતાને અ જમાવવાને હક્ક જ ન હતું. કુતૂહલથી પ્રેરાયેલા મેં મૂર્તિ ઉપરનું વસ્ત્ર તેમ જ મુગટ ખસેડી નાખ્યાં અને મૂર્તિના મૂળ સ્વરૂપનાં ધારી ધારીને દર્શન કર્યા. આ મૂર્તિનું શિલ્પવિધાન પણ એટલું જ સપ્રમાણ અને કલાપૂર્ણ હતું. મૂર્તિની આકૃતિ અને મુખમુદ્રા એટલી જ પ્રભાવશાળી અને ભક્તિભાવને પ્રેરે તેવી હતી.
ઘડિયાળનો કાંટો ત્રણ ઉપર ચાલવા લાગ્યો હતે. અમારો સામાન અમે ગરુડમાં કે. એમ. ઓ. યુ. લિમિટેડની ઑફિસમાં મૂકયો હતો. એટલે અમારામાંના અજિતભાઈને ગરુડ પાછા જવાનું હતું અને સામાન લઈને અને બાગેશ્વર તરફ જતી બસમાં અમારી જગ્યા રીઝર્વ કરીને તેમણે અમને બાગેશ્વવરના ગોમતી નદીના પુલ પાસેથી લેવાનાં હતાં. એટલે અહીં વિશેષ રોકાવું અમને પરવડે તેમ નહોતું. તાલીહટ ગામમાં આવેલાં બે-ત્રણ જૂનાં મંદિરે જોયાં. આ મંદિરમાં શંકરનું લિંગ અને તેની પુરાણતા, એથી વિશેષ કાંઈ જોવા જેવું ન લાગ્યું. આમ અમે ફરી રહ્યાં હતાં એવામાં પહેલા મંદિરનો પૂજારી આવી ચડયો. એ મંદિરની મૂર્તિને મુગટ તથા વસ્ત્ર મેં ઉતારી બાજુએ મૂકેલાં તે જોઈને અમારા ઉપર તે ખૂબ ધૂંધવાયો હતો અને હવેથી મંદિર કદી ખુલ્લું નહિ મૂકે એમ ધમકી આપતો હતો. અમે તેને શાન્તિથી સાંભળ્યા કર્યો અને તેની ઉપેક્ષા કરીને આગળ ચાલ્યાં, અને ફરતાં ફરતાં નદીના પુલ પાસે આવી પહોંચ્યાં અને પુલના નાકા પાસે એક પરચૂરણ સીધું સામાન વેચનારની દુકાન હતી ત્યાં બેઠાં. અહીં બધાંએ ચા-પાણી પીધાં અને અજિતભાઈ ગરુડ તરફ ચાલતા થયા.
સત્યનારાયણનું મંદિર જોઈને આગળ વધતાં જે પગની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org