________________
૨૨૭
ચાલતા હોઈએ ત્યારે પુત્ર સાથે મૂલવાનો અનુભવ નવીન હેઈને રોમાંચક લાગે છે. ગોમતીનો પુલ જોઈને પછી આખી બજાર વીંધીને સરયૂ બાજુએ ગયાં. સરયૂ ઉપરનો પુલ વધારે પહેળો અને વાહને પસાર થઈ શકે તેવો હતે. એમ છતાં ખૂલવાનો રોચક અનુભવ તો અહીં પણ થતો હતો. પુલ ઓળંગીને અમે -સામે કિનારે કેટલુંક ચાલ્યાં, ડાક બંગલે જોયો. એક-બે મંદિર જોયાં. અજિતભાઈ વગેરેએ નદીમાં સ્નાન કર્યું. નજીકમાં બે નદીને સંગમ થતો હોવાના કારણે આ બન્ને બાજુના નદીપ્રદેશને સવિશેષ પવિત્ર માનવામાં આવે છે. અને તેથી આ બાજુ વસતા પહાડી લોકો દૂર દૂરથી પણ મૃતદેહને અહીં અગ્નિસંસ્કાર કરવા માટે લઈ આવે છે. અમે સરયૂના કિનારા ઉપર બેઠાં હતાં એ દરમિયાન આવી જ એક જ મંડળી મૃતદેહને લઈને આવી હતી અને સામેના ભાગમાં મૃતદેહને જલાવવાની તૈયારી કરતી હતી. બાગેશ્વર વિષે પૌરાણિક માન્યતા
બાગેશ્વર સાથે શંકર-પાર્વતીનો લગ્નપ્રસંગે સંકળાયેલું છે. સરયૂ નદીના ખૂલતા પુલની નજીકમાં વહેતા જળપ્રવાહમાંથી જાણે કે એકાએક નીકળી આવ્યો ન હોય એવો એક ખડક છે. આ ખડકની ટોચ ઉપર ભગવાન શિવનું હિમાચલની પુત્રી પાર્વતી સાથે લગ્ન થયું હતું એવી પ્રચલિત પૌરાણિક માન્યતા છે. આ માન્યતાને ઈતિહાસની નજરે ચકાસવાની જરૂર નથી. શિવ-પાર્વતી એ બને અપાર્થિવ દેવદેવી છે, જેનું સ્થાન ઈતિહાસમાં નહિ પણ માનવીની ધાર્મિક કલ્પનામાં રહેલું છે. માનવીની આ ધાર્મિક કલ્પનાએ આ સ્થળને શંકર-પાર્વતીના લગ્ન માટે પસંદ કર્યું એ હકીકત આ સ્થળની અલૌકિક ભવ્યતા સૂચવવા માટે પૂરતી છે. માનવી અહીંના વિલક્ષણ સૃષ્ટિસૌન્દર્યથી આનંદચકિત બને અને પિતાના દિલમાં વાસ કરી રહેલ ઉમા-મહાદેવ અહીં જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org