________________
૨૩૨
અહીં ભોજન પતાવીને અમે ગંગાકુટિર તરફ જવા નીકળ્યાં. પગની આંગળીઓ દુઃખતી જ હતી; અને ડાબા પગમાં જોડે પહેરાય તેમ હતું જ નહિ. આમ હવાથી પગના પંજા સાથે જેડો દોરીથી બાંધીને ચાલવાનું શરૂ કર્યું. લંગડાતે પગે હું ગંગાકુટિર પહોંચે. અને અમે પછીના દિવસે અહીંથી આલ્મોરા જવા માટે નીકળવાનાં હતાં ત્યાં સુધી ભારે બહાર ન ફરવું અને જરૂરી ઉપચાર સાથે પગને આરામ આપવો એમ મેં નિર્ણય કર્યો. સાંજે પેલી મિત્રમંડળી અમારે ત્યાં આવી પહોંચી. દરેક વ્યક્તિગત પરિચય કર્યો-જોકે આજે ઘણાખરાનાં નામ હું ભૂલી ગયો છું. અમારે પણ તેમને પરિચય કરાવ્યો. તેઓ ગયા વર્ષે પણ નૈનીતાલ બાજુ પ્રવાસે આવેલા. તેમના પ્રવાસે વિષે, હવે પછી કોણ શું કરવા માગે છે, આગળ શું ભણવા માગે છે વગેરે બાબતે વિષે કેટલીક વાતો થઈ. તેમની સાથેની એક બહેને ભજન સંભળાવ્યું. તેને કંઠ મધુર હ. ભજન સુન્દર, અર્થવાહી હતું. તેના અવાજમાં મીઠો રણકાર હતું. એકાદ કલાક હળવી વાતમાં અમે પસાર કર્યો અને અમે છૂટા પડયાં. તેમને મળીને અમને આનંદ થયો.
અમારી સાથે ત્રણ બાળકો હતાં. મેનાની બેબી અને બાબો અને મારી બીજી પુત્રીનો મોટો બાબો કિરણ. અમે અમારી દુનિયામાં વસતાં હતાં, તેઓ તેમની દુનિયામાં વિચરતાં હતાં. કેપ્ટન દૌલતસિંહને ત્યાં ગાય અને વાછરડાં હતાં. વળી, તેઓ મરઘીઉછેર પણ કરતા હતા. બાળકને તે ગાય અને વાછરડાં તેમ જ મરઘી અને તેનાં બચ્ચાં જોવામાં, તેમની હિલચાલે નિહાળવામાં ભારે મજા પડતી. વારેઘડીએ ત્યાં દોડી જાય અને બધું ભારે કૌતુકથી નિહાળે. મરઘીનાં બચ્ચાં ઉપાડીને અમારી પાસે લઈ આવે, ગાયને ગોવાળ દેવે તે તેમના માટે નવું જ દશ્ય હતું. ગાયને પંપાળે, ખડ ખવરાવે, મરઘા-મરઘીની પાછળ દોડે, રમાડે. દિવસનો મોટે ભાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org