________________
૨૪૦
નાં જે સ્પષ્ટતાપૂર્વક, મન ભરીને, દર્શન કર્યા તે કારણે અમારે અહી નિવાસ સર્વ પ્રકારે અર્થસભર બની ગયું હોય એવી ઊંડી. તૃપ્તિ અનુભવવા લાગ્યાં.
દિવસ પૂરે થયો, અજવાળાં સંકેલાવા લાગ્યાં, રાત્રીના પ્રારંભ થયે, સ્પષ્ટ હતું તે અગોચર બનવા લાગ્યું. ઢાળ-ઢોળાવ, ખીણમેદાન અને પાછળ આવેલા પર્વતની હારમાળા-આમ એકથી અન્યને વિભાજિત કરતી સ્પષ્ટ અને ઘેરી રેખાઓ આછી અને અસ્પષ્ટ બનવા લાગી અને બધું એકરૂપ બની રહ્યું હોય એવો. ભાસ થવા માંડયો. આજે જેઠ મહિનાની પૂર્ણિમા હતી. પૂર્વઆકાશમાં સોળે કળાએ શોભતો ચંદ્ર ઊગી રહ્યો હતો અને ગિરિમાળાઓ ઉપર પિતાનાં ધવલ તેજ પાથરી રહ્યો હતો. એટલે જવાનો વખત થયે એમ સમજીને મહાત્મા રાયજી અને ગેરખભાઈ ચનદા જવા માટે ઊભા થયા અને કહ્યું, હવે અત્યારે કયાં જશે? અહીં રોકાઈ જાઓ ને ! તેમણે જવાબ આપો કે અમે એમ સમજીને જ આવ્યા હતા કે આવતી કાલે તમે જવાના છે, તો સાંજે મળી લઈએ અને પછી ચાંદનીમાં ચનદા સુધી ચાલી જવામાં મજા પડશે. જે બીજે દિવસે અહીંથી વિદાય થવાનું ન હતું તે, પણ તેમની સાથે ચાંદનીમાં ભટકવા નીકળી પડયો હેત, એ વિચાર તેમને જતા જોઈને મારા ચિત્તને સ્પર્શી ગયો. તેમની સાથેને અમારો પરિચય તે બહુ ટૂંકો હતો, એમ છતાં પણ તેમનું સૌજન્ય, સૌહાર્દ, સાદાઈ અને સંસ્કારિતાના કારણે તેમના પ્રત્યે અમારું દિલ ઊંડી પ્રીતિ અનુભવતું થયું હતું. આ કારણે સ્વજને છૂટાં પડે અને ખિન્નતા અનુભવે એવી ખિન્નતાપૂર્વક અમે છૂટાં પડયાં.
પછી અમે ભેજનાદિથી પરવારીને સૂવાની તૈયારી કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org