________________
૨૧૮
વરસાદ આવે. આજે અહીં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું, અને કદી કદી થોડા છાંટા પડી જતા હતા. આને એક લાભ હતો, એક જોખમ હતું. ૬૦૦૦ ફીટથી ૩૫૦૦ ફીટ સુધી નીચે આવતાં જે આકાશ સ્વચ્છ અને સાફ હોત અને સૂર્ય તપતે હેત, તે ગરમી સારા પ્રમાણમાં લાગવા સંભવ હતો. જોખમ વરસાદનું હતું. સદ્ ભાગે વરસાદ અમને નડયો નહિ અને વાદળાને લીધે ઠંડક સારી રહી. ઉત્તર વિભાગમાં વાદળાનું આવરણ જરા ખસી જતાં રાખોડિયા રંગનાં, રફટિકની આભાને ધારણ કરતાં હિમશિખરોનાં અવારનવાર સ્પષ્ટ દર્શન થયા કરતાં હતાં, અને આંખોને મોહાવતાં હતાં. આ વિસ્તીર્ણ સપાટ પ્રદેશની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની ભાસતી હતી. ગરુડ બાજુએ થઈને વહી જતી ગોમતીને માત્ર રાહદારીઓ માટેને પુલ ઓળંગીને ટૂંકા રસ્તે અમે આગળ ચાલ્યાં, વૈજનાથ ગામના બજારમાંથી પસાર થયાં અને વળાંક લઈને પાછો સામે આવેલી ગોમતીનો મોટો પુલ ઓળંગ્યો અને જમણી બાજુએ ગોમતીના જ કિનારા ઉપર આવેલા પુરાણું–લગભગ ખંડિયેર દશામાં પડેલાં–મંદિરના સમૂહ જેવા એક સ્થાનમાં અમે પ્રવેશ કર્યો.
અહીં એક બાજુએ આ પ્રદેશમાંથી જ મળી આવેલી ૫૦૦ થી ૧૨૦૦ વર્ષ સુધીના કાળની કેટલીક જૂની મૂતિઓનું એક નાનું સરખું મ્યુઝિયમ–સંગ્રહસ્થાન હતું એ અમે જોયું. આ સંગ્રહસ્થાનમાં કુબેર, સૂર્ય, કાર્તિકેય, ગણેશ, મહિષાસુરમર્દિની, દુર્ગા, નંદીઆરૂઢ મહાદેવ, શંકર-પાર્વતી, વિશ્વરૂપ વિષ્ણુ, શેષશાયી વિષ્ણુ, બ્રહ્મા, હરિહર, ગરુડ, કુમારી અને વૈષ્ણવી, શુચી, ચામુંડા, બ્રહ્માણી વગેરે દેવ-દેવીઓની કુલ ૨૭ મૂર્તિઓ હતી. કેટલીક ઊભી મૂતિઓ હતી, કેટલીક આસનસ્થ હતી. બધી મૂર્તિઓ સાધારણ કદની–પ્રમાણમાં નાના કદની–હતી. કેટલીક મૂર્તિઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org