________________
૧૭
વ્યાકરણું વ્યુત્પત્તિની મદદથી અનુકૂળ અર્થો 'ઉપજાવી લે છે અને એ રીતે પોતાના મનનું સમાધાન સાધી લે છે. આજનાં એરોપ્લેન પુરાણકાળનાં વિમાનની જ પુનરાવૃત્તિ છે અને આજને રેડિયે. પૂર્વકાળની યોગશક્તિનું જ પુનર્વિધાન છે. ઊલટું તે વખતે ઉયનઅને વાણીસંક્રમણ યંત્રની મદદ વિના થતું હતું એટલી તે કાળની વિશેષતા હતી એમ તે માને છે અને શ્રદ્ધામુગ્ધ પ્રજાને મનાવે છે.. તેની સર્વ સુધારણા- સામાજિક વિચારણા – ભૂતકાળની સમાજરચનાને પુનર્જીવન આપવા તરફ હોય છે. વર્તમાનમાં તે પગલાં માંડે છે, ભવિષ્ય તરફ તે ઘસડાય છે, પણ તેની નજર નિરંતર ભૂતકાળ તરફ જ ઢળેલી રહે છે.
બીજી દષ્ટિ ઉચ્છદકની છે. તેને ભૂતકાળનું ભાન નથી કે તેના ગૌરવ માટે તેને માન નથી. ધર્મશાસ્ત્રો તેને મન કેવળ ગપગોળાના ભંડાર છે, ધર્મવિચારમાં તેને શ્રદ્ધા નથી, શ્રુતિ-સ્મૃતિ તેના માટે નકામાં નિરુપયોગી છે, વર્ણવ્યવસ્થા બેવકૂફી ભરેલી છે, આત્મધ્યાન ગાંડપણ છે. તે ભૂતકાળની આખી સમાજરચનાને સાફ કરી નવા સમાજનું સર્જન કરવા માગે છે. તે વિજ્ઞાનને મોટો પૂજારી છે. તેને ઇતિહાસની કશી પરવા નથી, પૂર્વ પ્રણાલિકાઓની કશી કિંમત. નથી. તે ધર્મને ભોળા લેકોને ઘેનમાં સુવાડી રાખનાર કેફી પીણા સમાન લેખે છે. તે ઈશ્વરમાં, આત્મામાં કે પાપપુણ્યમાં માનતો નથી. અહિંસા, સત્ય કે બ્રહ્મચર્યને આદર્શ તે સ્વીકારતા નથી. સમાજનું ઐહિક સુખ કેમ વધારવું તે જ માત્ર તેનું ધ્યેય છે અને તેને અનુકૂળ નિયમો અને આચારવ્યવહાર તે જ તેનું નીતિશાસ્ત્ર બને છે. તે ભૂતકાળનાં સર્વ મૂળ છેદી નાખે છે, વર્તમાનમાં વિચરે છે અને માત્ર ભવિષ્યને જ ચિંતા કરે છે.
ત્રીજી તે સભ્યમ્ દષ્ટિ. એ સર્વ બાબતોનું તારતમ્ય ઇતિહાસ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org