________________
૧૫૯
વ્યક્તિને અમને પરિચય થયો. તેનું નામ ડે. માયાદાસ. તેઓ ધર્મો ખ્રિસ્તી છે. ઉમ્મર આશરે ૬૯-૭૦ વર્ષની છે. આંખના ડેકટર તરીકે અહીંની સરકારી ઇસ્પિતાલમાં વર્ષોથી વિના વેતન કામ કરે છે. સ્વામી આનંદ કૌસાની બાજુ રહેતા હતા તે દરમિયાન તેમને ડો. માયાદાસ સાથે ગાઢ પરિચય થયેલે. સ્વામીએ તેમના વિષે મને ઘણીવાર વાત કરેલી. હિમાલયમાં કેવી રીતે મુક્ત પરિભ્રમણ કરવું તેને અંગ્રેજીમાં “ હાઈકીંગ” કહે છે. આવા હાઈકીંગ ઉપર તે તથા સ્વામી ઘણી વાર ગયેલા. છેલ્લે હાઈકીંગ તેમણે ૧૯૫૬ની સાલમાં કર્યું હતું. તે દરમિયાન પ્રતિકૂળ હવામાન, અણધારી હિમવર્ષ અને ધોધબંધ વરસાદ વગેરે કારણોને લીધે તેઓ ખૂબ હેરાન થયેલા અને સ્વામીની તબિયત પણ ત્યારથી બગડેલી. મારા મિત્ર હીરાલાલ અમૃતલાલ શાહ કૌસાની તથા નૈનીતાલ ગયેલા ત્યારે ડો. માયાદાસના પરિચયમાં આવેલા. તેમણે પણ મને ડે. માયાદાસ ઉપર પરિચયપત્ર આપેલ. તેઓ સવારે નવ વાગ્યે આવે અને સાડા અગિયાર સુધી 'રોકાય. આ આધારે મુકતેશ્વરથી પાછા ફર્યા બાદ બીજે દિવસે તેમને મળ્યો, મારી ઓળખાણ આપી. સ્વામી આનંદ તથા હીરાલાલ સાથે મારો પરિચય જણાવ્યો. મને મળીને તેમણે બહુ આનંદ દર્શાવ્યો, પણ પછી કહે કે બીજુ કાંઈ કામ છે ? અમારી સાથે વધારે વાતચીત કર્યા સિવાય મને આમ પતાવી દે તે કાંઈક વિચિત્ર લાગ્યું. એમ છતાં તે વિષે મનમાં જરા પણ ખોટું ન લેતાં તેમને મેં કહ્યું કે “મારે આપનું કઈ ખાસ કામ તે છે જ નહિ, પણ મને આપનો વિશેષ પરિચય કરવાની ઈચ્છા તે છે જ. તે આપ કહો તે આપને ત્યાં આવું, નહિ તે આપ અમારી હોટેલમાં પધારે. આપણે એકાદ કલાક સાથે ગાળીએ એમ હું ઈચ્છું છું. તેમણે જવાબ આપ્યો કે “તમે કદાચ જાણતા હશે કે મારા ઘેર હું કઈને બોલાવી શકે એવા મારા ઘરના સંયોગ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org