________________
૨oo'
૧૯૪૦ના અરસામાં તેમની તબિયત બગડી અને તેઓ બહુ નબળાં પડી ગયાં એટલે તબિયત સુધારવા માટે બાપુજીએ તેમને આભેરા મોકલવાને પ્રબંધ કર્યો. ત્યારથી તેઓ આભારા બાજુના પહાડોમાં વસી રહ્યા છે. તેઓ ભારે પરિશ્રમશીલ છે અને સેવાભાવ તે જાણે તેમને ગળથુથીમાં જ મળ્યો હોય એવી તેમની જીવનનિષ્ઠા છે. ૧૯૪૨ની લડતમાં જ્યારે અંગ્રેજ સરકારે આ બાજુ ભારે જુલમ કરેલ, ત્યારે આ બહેને સરકારને બહાદુરીપૂર્વક સામનો કરેલ અને સરકારી જુલમને ભોગ બનીને જેમના પુરુષો જેલમાં ગયા હતા કે મૃત્યુ પામ્યા હતા તેવી પહાડી બહેનને આશ્વાસન આપવા અને મદદ કરવા તેઓ ગામડે ગામડે ભટકેલાં. એમ કરતાં તેઓ જેલમાં ગયાં. ૧૯૪૫માં તેઓ છૂટયાં. ત્યાર બાદ પહાડી ગામડાંની બહેનોની સેવા કરવા માટે, આગળ ઉપર જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, ગંગાબહેનના પિતાશ્રી પૂર્ણાનંદજીનાં સ્વ. પત્ની લક્ષ્મીબહેનનું નામ જોડીને, સરલાદેવીએ, ગાંધીજીના આશીર્વાદપૂર્વક લક્ષ્મી આશ્રમની સ્થાપના કરી, અને તેના ચાલુ વહીવટ માટે કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળની રચના કરવામાં આવી. શ્રી કસ્તૂરબા મહિલા ઉત્થાન મંડળ સંચાલિત લક્ષ્મી. આશ્રમ
આ મંડળના ઉદેશે તેને લગતી એક પરિચયપત્રિકામાં નીચે મુજબ આપવામાં આવ્યા છે :
“ બુનિયાદી તાલીમ મહાત્મા ગાંધીના રચનાત્મક કાર્યક્રમની અતિમ રચના છે. આપણે એ પણ કહી શકીએ છીએ કે તેમાં તેમના જીવનનું સમસ્ત કાર્ય સંપૂર્ણ રૂપમાં સંમિલિત બન્યું છે. બાપુ ઇચ્છતા હતા કે બુનિયાદી તાલીમ મારફત આપણા દેશનાં બાળકે અસલી રૂપમાં સ્વાવલંબી બને અને ઉત્પાદક બુનિયાદી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org