________________
૨૦૪
શિક્ષણ વ્યાવહારિક ઢંગથી રોજના કાર્યક્રમ દ્વારા તેમને મળી રહે છે.”
દરેક છોકરી પિતાની ઉંમર અનુસાર આ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. કોઈ નોકર કે નેકરાણી રાખવામાં આવતી નથી. આ બધાં કામોમાં તેમને સ્વાવલંબી થવું પડે છે. આ આશ્રમમાં રહેતી તેમ જ ભણતી તથા ઉદ્યોગ-વ્યવસાય કરતી બહેને ચાલુ જીવન કેવા પ્રકારનું ગાળે છે તેનું નીચેના શબ્દોમાં કોઈ એક નિરીક્ષકે બહુ સુંદર ચિત્ર આલેખ્યું છે:
આ પરિવારમાં જેમ બધા વર્ગોના લેક એકમેકમાં હળીમળી ગયા છે, તેવી રીતે જીવન તથા શિક્ષણ પણ એકમેકમાં વણાઈ ગયેલ છે. દિવસભર કામ કરતાં કરતાં ઘરમાં, ખેતરમાં, જંગલમાં, રસોઈમાં, કદી કદી ગામડાંઓના મેળાઓમાં જીવનની આવશ્યક વ્યાવહારિક શિક્ષા તેમને મળતી રહે છે. પ્રકૃતિના વિશાળ પુસ્તકને અભ્યાસ કરવામાં, જેનું દશ્ય તેમને જંગલ, ખેતર તથા હિમાલયના દર્શન દ્વારા જોવા મળે છે, તેઓ એટલી જ દિલચસ્પી રાખે છે જેટલી દિલચસ્પી તેઓ ભણવાનાં પુસ્તક તથા આશ્રમની હસ્તલિખિત માસિક પત્રિકામાં રાખે છે. રસોઈ પકવતાં પકવતાં તેઓ સ્વાસ્થના નિયમ સમજી લે છે. ગામડાંઓમાં ફરતાં ફરતાં આપણું દેહાતી સામાજિક અજ્ઞાનનાં અનિષ્ટોને અનુભવ કરે છે. અશિક્ષિત ગ્રામીણ સ્ત્રીઓના ઝઘડા અને અમારા પરિવારને પ્રેમ તથા સહગ જોઈને એ બન્નેની તુલના કરીને તેમને સહકારિતાને વ્યાવહારિક અનુભવ મળે છે. જંગલમાં લાકડાં કાપીને તેને મોટો ભારે માથા ઉપર રાખીને આશ્રમ તરફ તેઓ ચાલી આવતી હોય છે, ત્યારે હિમાલયના
સૂર્યાસ્તનાં સોનેરી કિરણો જોતાં જોતાં તેમને થાક એમ જ ઊતરી • જાય છે અને ફરી પાછી હસતી હસતી અને ગાયન ગાતી ગાતી સંસ્થાના કામમાં પરોવાઈ જાય છે. તેઓ ખાવાનું પકાવે છે, રસોડા માટે પાણી ભરે છે, બગીચામાં પાણી સીંચે છે, ભજન કરીને રસોઈનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org