________________
૧૭૪
ઘાસ ઘટ્ટપણે ઊગેલું છે અને જેમાં ગાળે ગાળે એકનાં, સાઇપ્રેસનાં અને બીજી અનેક જાતનાં ઝાડનાં ઝુંડ પણ નજરે પડે છે. અને આ ભવ્ય એમ્ફીથીએટરના સામે છેડે ગગનચુંબી પર્વતશિખરે આવેલાં છે. સરેવરની ચારે બાજુ પર્વત અને ગિરિશિખરો વડે ઘેરાયેલી છે અને ઝાડપાનથી ઢંકાયેલી છે. ઊંચામાં ઊંચા શિખરથી માંડીને નીચે સરોવરના કિનારા સુધી પથરાયેલા સમવિષમ ભૂમિતળ - ઉપર રમતગમતનાં મેદાને, રેઈસ કોર્સ અને પુષ્કળ મકાનો ઊભાં કરી શકાય અને એ રીતે એક મોટું શહેર વસાવી શકાય એવી અહીં શક્યતા છે અને તે માટે જગ્યાની પૂરી સુલભતા છે. બેનની આ શોધમાંથી નૈનીતાલનું નિર્માણ શરૂ થયું અને તેને થયેલું દર્શન આબેહૂબ સાચું પડ્યું. ૧૮૪૩માં તેણે જ નૈનીતાલ ઉપર સૌથી પહેલું મકાન બાંધ્યું, જેને “પીલ્ટીસ લો જ ” એવું નામ આપ્યું. સરોવરમાં પહેલી હોડી પણ તેણે જ વહેતી મૂકી, જે જોઈને ત્યાંના પહાડીઓ ડઘાઈ જ ગયાં. ૧૮૫૭માં બળવો થયો. ઉત્તર પ્રદેશમાં અંગ્રેજોની સલામતી સારા પ્રમાણમાં જોખમાઈ. પરિણામે સલામતીભર્યા સ્થાન તરીકે નૈનીતાલને બીજી રાજધાની બનાવી દીધી. આને લીધે સરકારી મોટાં મોટાં મકાને, બંગલાઓ, હોટલ, મોટી શેપ, દુકાને, સ્કૂલે, કલેજે એમ ચારે બાજુએથી નૈનીતાલ મોટું અને સમૃદ્ધ બનવા લાગ્યું. ઉત્તર પ્રદેશની કંગ્રેસ સરકાર હવે ગરમ મહિના દરમિયાન અહીં નથી આવતી; એમ છતાં પ્રવાસીઓને ધસારે ઉનાળાના દિવસોમાં ઉત્તરોત્તર વધતો જ જાય છે. નૈનીતાલ આ બાજુનું એક મહત્ત્વનું શિક્ષણકેન્દ્ર છે. હિલસ્ટેશન તરીકે તે અતિ કપ્રિય છે.
મેં આપણા દેશનાં ઘણાં ખરાં હિલસ્ટેશન–હવા ખાવા - માટેનાં પર્વતમથકે–જોયાં છે. માથેરાન, મહાબળેશ્વર, આબુ, સીમલા, - મસૂરી, દાર્જીલીંગ, ઉટાકોમન્ડ અને સિલોનમાં આવેલ નુરેલિયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org