________________
૧૭૮
કરતું બની જાય. આમ ચાલુ શિશિર અને ગાળે ગાળે વસંત અને કદી કદી વર્ષાઋતુ–આવો જાણે કે કોઈ ક્રમ ચાલતો હોય એવું ઋતુમાધુર્ય અહીં આપણને સાંપડે છે. આવા રમણીયતાના કેન્દ્ર સમા નૈનીતાલમાં બાર દિવસ અમે પૂરા આનંદમાં પસાર કર્યા. મે માસની ૨૨મી તારીખની સવારે આઠ વાગે ઊપડતી બસમાં અમે રાણીખેત તરફ વિદાય થયા. પર્વતમાર્ગો ઉપરની વાહનવ્યવસ્થા
આ બાજુએ ચોતરફ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડતી સડકમાં કેટલીક પાકી હોય છે, જેને મેટલ્ડ રોડ કહેવામાં આવે છે અને કેટલીક કાચી હોય છે. એ સડક ઉપર નક્કી કરેલા ટાઈમ ટેબલ મુજબ બસો દોડે છે. આમાંથી કેટલીક બસો ગવર્નમેન્ટ રોડવેઝની છે, જેને આપણી બાજુએ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કહેવામાં આવે છે. તેને ઉત્તર પ્રદેશની સરકારે ગવર્નમેન્ટ રોડવેઝનું નામ આપ્યું છે. બીજી બસે કુમાઉ મોટર એનર્સ યુનિયન લિમિટેડ, ટૂંકું નામ કે. એમ. ઓ. યુ લિમિટેડ, નામની ખાનગી કંપની તરફથી ચલાવવામાં આવે છે. કાથગોદામથી નૈનીતાલ અને રાણીખેત જતા પ્રવાસીઓને લઈ જવાને ઈજારો ગવર્નમેન્ટ રોડવેઝને આપવામાં આવ્યો છે. કાથગોદામથી આભોરા જતા પ્રવાસીઓને લઈ જવાને ઈજારો કે. એમ. ઓ. યુ. લિમિટેડને આપવામાં આવ્યું છે. ગવર્નમેન્ટ રેડવેઝની બસો વધારે મોટી હોય છે અને તેની બેઠકો વધારે સગવડવાળી હોય છે. તેની “ડી લસ'ના નામથી ઓળખાતી બસો બહુ દેખાવડી હોય છે અને તેની બેઠકો બેઠા પછી થોડા નીચે ઢળવું હોય તે ટળી શકાય એવી સગવડવાળી અને મુલાયમ ગાદીવાળી હોય છે. સાધારણ રીતે આ “ડી લક્સ’ સિવાયની બીજી બન્ને સંસ્થાની બસોમાં અપર કલાસ અને લેઅર કલાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org