________________
૧૮૦
એટલે પ્રતિકૂળ દિશાએ જનારી બસોને ચાલવાની રજા મળે. નકકી કરેલા ટાઈમ ટેબલ મુજબ બસો ચલાવવાને આગ્રહ ન હોય તે આ ગોઠવણ જાળવવાનું અને પ્રવાસીઓને એક સ્થળેથી બીજે રથળે વખતસર પહોંચાડવાનું કામ મુશ્કેલ બની જાય. આ બાજુના વાહનવ્યવહાર સંબંધે આટલી સમજૂતી વાચકો માટે જરૂરી છે.
રાણીખેત તરફ
ઉપર જણાવ્યું તે મુજબ, અમે ૨૨ મીની સવારે નૈનીતાલ છોડયું. નૈનીતાલથી રાણીખેત ૩૪ માઈલ દૂર છે. શરૂઆતમાં અમારો માર્ગ ચાલુ ઉતરાણને જ હતો. સાત માઈલ વટાવ્યા અને ભોવાલી આવ્યું. અહીંથી આશરે દોઢેક કલાક અમારી બસ ચાલતી રહી અને “ગરમ પાણી ” નામનું ગામ આવ્યું. નૈનીતાલની ઊંચાઈ ૬૩૦૦ ફીટ હતી. ગરમ પાણી એટલે આશરે ૩૨૦૦૩૩૦૦ ની ઊંચાઈ. જેમ નીચે સપાટી ઉપર આવીએ એમ હવાભાનમાં ઠંડક ઘટે અને ગરમી વધે. ભેવાલીથી ગરમ પાણી સુધીને રતો ભારે રમણીય હતો. આંખમાં કૌતુક સમાતું નહોતું અને સતત બદલાતું જતું દશ્ય ચિત્તમાં આનંદ-અતિરેકની ઊર્મિઓ પેદા કર્યા કરતું હતું. નૈનીતાલમાં શહેરી સભ્યતાના લગભગ સર્વ અંશે વિદ્યમાન હતા. બહાર નીકળીએ તો સરખાં થઈને નીકળવું જોઈએ, એ બાબતને મન ઉપર મુંબઈ જેટલો જ ભાર રહેતે હતે. કઈ પણ શહેરના ભોગવિલાસનો ઘટાટોપ અહીં પણ લગભગ એટલા જ પ્રમાણમાં જોવામાં આવતો હતો. સિનેમા, ખાણીપીણી, રમતગમત, ગાનતાન અને રાજકારણ પણ–આ બધું નૈનીતાલમાં ભરચક ભર્યું હતું. પરિણામે હિમાલયમાં આવતાં જે મનનું મેળાપણું, સભ્યતાની ચાલુ ઉપચારવિધિથી મુક્ત કલ્પનાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org