________________
અમે શરૂ કર્યું હતું તેની પાછળના ભાગમાં અમે આવ્યાં. નૈનીતાલ અને તેને વસવાટ દેખાતે સાવ બંધ થઈ ગયો. ઘણે નીચે ઊંડો ખીણ ઉપર પર્વતની ધાર, ચેતરફ ઘેરી વનરાજી, તદ્દન એકાન્ત, માણસોની બહુ જ ઓછી અવરજવર, નીરવ શાન્તિ, રાની પશુઓને ભ્રમણ કરવા યોગ્ય આખો પ્રદેશ, ઠંડક પણ જરા કંપ પેદા કરે તેવી–આમ આગળ ને આગળ ચાલતાં કેટલીક વારે બન્ને બાજુના પ્રદેશે ખુલી ગયા. બન્ને બાજુએ ઊંડી ખીણ અને ટેકરા–ટેકરીઓ દેખાવા લાગ્યાં. અમારી ટેકરીને સામેની ટેકરી સાથે જોડતી પટ્ટી જેવી કેડી ઉપર અથવા તો પર્વતની ધાર ઉપર આગળ વધવાનું હતું. વળી પાછું ઊંચે ચડવાનું આવ્યું. થોડી વારે એક વિશાળ ખુલ્લી જગ્યા આવી. અહીં સુધીને રસ્તો એવો હતો કે જે ઉપર ઘોડા તથા ડાંડીવાળા સુખેથી ચાલી શકે. હવે સામે ઊંચી, સૂકી, વેરાન ટેકરી ઉપર ચડવાનું હતું. ઘોડા કે ડાંડીવાળા અહીં જ અટકી જાય છે. પછી સૌએ પગે ચાલીને જ આગળ વધવાનું રહે છે. ટેકરીની કોરે કોરે કરેલી સાંકડી કેડી ઉપર ચાલવાનું હતું. આમ તેમ જોવા જાઓ તો ચક્કર આવવાનું જોખમ રહે. જે ચાલવામાં પગ ભૂલથી આમ તેમ મુકાઈ જાય તે નીચે કંઈના કંઈ ગબડી પડાય. આખરે અમે એ ટેકરીની ટોચની બહુ જ નજીકની બાજુ ઉપર પહોંચ્યાં. નીચેથી ઉપર સુધી આ રસ્તે સાડાત્રણ માઈલને થાય છે. ટોચના વિભાગમાં પ્રવાસીઓ નિરાંતે બેસી શકે અને ચોતરફ નિહાળી શકે. એ માટે અહીં લાકડાનું છાપરી. વાળું નાનું સરખું બાંધકામ છે. ત્યાં અમે બેઠાં અને હિમાલયની અભુત ભવ્યતાના મન ભરીને દર્શન કર્યા. આ સ્થળની ઊંચાઈ ૮૧૪૪ ફીટ હોવાથી અહીંથી દૂર દૂરના અનેક પ્રદેશો અને ગિરિમાળાઓ નજરે પડે છે. ક્ષિતિજ સ્વચ્છ હેય તે હિમશિખરોનાં દર્શન થાય છે. વાલી અને ત્યાંથી આગળ રાણીખેત તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org