________________
૧પ૮
ઘેર આવ્યાં તે અમને ખાલી હાથે જવા ન દેવાય એવી એક સભ્યતાના ખ્યાલથી પ્રેરાઈને જયંતીબહેને પિતાની ચાલુ પૂજા માટે તૈયાર કરેલ ધૂપનું એક મોટું પડીકું બાંધીને આપ્યું અને અમને બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવ્યાં. રસ્તામાં તેઓ મુકતેશ્વરમાં જે સામાજિક તેમ શૈક્ષણિક પ્રવ્રુત્તિઓમાં ભાગ લઈ રહ્યાં છે તેને તેમણે અમને કેટલેક ખ્યાલ આપે અને તે જાણીને અમે પ્રસન્નતા અનુભવી. મેન અને યંતીબહેન વચ્ચે શાન્તિનિકેતનની, ત્યાંના તેમના વખતના સહાધ્યાયીઓની તેમ જ શિક્ષકોની કંઈ કંઈ વાતો ચાલતી રહી. આખરે અમારી બસ ઊપડવાનો સમય થયો અને અમે તેમની રજા લઈને બસમાં ગોઠવાઈ ગયાં અને એના પણ અધુરી વાતે અમારી સાથે આવીને બેઠી. મુકતેશ્વર અને એ સંસ્કારી યુગલ-એ અને અમારા દિલમાં જડાઈ ગયાં.
એના એ જ રસ્તે અમારે પાછા જવાનું હતું. સૂર્ય પશ્ચિમ આકાશમાં ધીમે ધીમે નીચે ઊતરી રહ્યો હતો. તેને સૌમ્ય આતાપ આખા પ્રદેશને અજવાળી રહ્યો હતો. અમારા દિલમાં પ્રસન્નતા ભરી હતી. અમારી બસ પુરઝડપે આગળ વધી રહી હતી. અડધે રસ્તે રામગઢ આવ્યું. ત્યાં અડધો કલાક ખોટી થઈ ચાપાણી પીધાં. બસ આગળ ચાલી. સૂર્ય પિતાને પ્રકાશ હવે સંકેલી રહ્યો હતો. જોતજોતામાં તે અસ્ત પા. સાયંકાળે વાલી પહોંચ્યાં. અમારી બસ સીધી હલદ્રાની જતી હતી. તેમાંથી ઊતરીને નૈનીતાલ જતી બસની અમારે રાહ જોવાની હતી. થોડી વારે નૈનીતાલ જતી બસ આવી. અમને તેમાં સદ્ભાગ્યે જગ્યા મળી ગઈ અને રાત્રિના સાડાસાત લગભગ અમે નૈનીતાલ પહોંચ્યાં. -ભગવદ્ભક્ત ડૉ. માયાદાસ
અમે નૈનીતાલમાં રહ્યાં તે દરમિયાન એક બીજી વિશેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org