________________
૧૩૩
ભરેલા આવતા અને તેમાંથી પણ હિમાલયનાં જુદાં જુદાં સ્થળોનાં વર્ણને અને વિવિધ પ્રકારના અનુભવોની નોંધી વાંચવા મળ્યા કરતી. તે દિવસે એટલે કે આશરે ઈ. સ. ૧૯૧૦ થી ૧૨ ના ગાળામાં તેમણે પગપાળા બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમ્નોત્રી અને છેવટે કૈલાસની પણ યાત્રા કરેલી. પછીનાં વર્ષો તેઓ લગભગ એક સંન્યાસીની માફક ઉઘાડા પગે અને ભારે કષ્ટપૂર્વક કાશ્મીરમાં આવેલા અમરનાથની પણ યાત્રા કરી આવેલા. આ બધાં તીર્થધામે વિષે તેમણે મને ઊંડી સંવેદનશીલતાપૂર્વક અને હિમાલયની ભવ્યતાને શબ્દોમાં ઉતારવાની તાકાત ધરાવતા સાહિત્યકારની કુશળતાથી એટલી બધી વાતો કરેલી કે એ બધાં સ્થળો એ સમયે મારી કલ્પનામાં આબેહૂબ કેરાઈ ગયેલાં અને ત્યારથી હિમાલય વિષે મારા દિલમાં ઊંડું આકર્ષણ જન્મેલું.
સમયાન્તરે ૧૯૧૩ના ઉનાળામાં સીમલા જવાનો મારા માટે એક અણધાર્યો સુયોગ ઊભો થયો. અને હિમાલયનાં મેં પ્રથમ વાર દર્શન કર્યા. એ વખતે સીમલાથી પાછા ફરતાં અમે મસૂરી પણ ગયેલા, પણ જેમની સાથે હું આ પ્રવાસે નીકળ્યા હતા તેમને મસૂરી પહોંચ્યા તે દિવસે રાત્રે સખત તાવ આવ્યો અને રખેને ન્યુમેનિયા હોય એવી બીક લાગી. તેથી અમારે મસૂરીથી બીજે જ દિવસે પાછા ફરવું પડેલું. ત્યારબાદ સીમલા બીજી વાર જવાને યોગ ૧૯૩૧ ના ફોબર મહિનામાં ઊભો થયો. બન્ને વખત સીમલામાં આશરે વીશ વીશ દિવસ રહેવાનું બન્યું હતું.
હિમાલય જેવાનો ત્રીજો અવસર ૧૯૫૫ના એપ્રિલમાં પ્રાપ્ત છે. એ વર્ષ દરમિયાન માર્ચ માસમાં જગન્નાથપુરીમાં સર્વોદય સંમેલન ભરાયેલું. કલકત્તા થઈને અમે ત્યાં ગયાં, અને સંમેલન પૂરું થતાં કલકત્તા પાછાં આવ્યાં અને “આટલે સુધી આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org